GSTV

રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનું પત્તુ આ ધારાસભ્યના હાથમાં, ભાજપ-કોંગ્રેસની ચાતક નજર

રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મતો ભાજપના ઉમેદવાર નરહરિ અમીન અને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીની હાર-જીત નક્કી કરશે. આ જોતાં કોંગ્રેસ અને ભાજપે બીટીપીના બંને મતો અંકે કરવા રાજકીય કાવાદાવા અજમાવી એડીચોટીનું જોર લગાવ્યું છે.જોકે, હજુ સુધી એ વાતનુ રહસ્ય અકબંધ છેકે, બીટીપી ભાજપને મત આપશે કે કોંગ્રેસને. ક્રોસવોટિંગના ભય વચ્ચે બીટીપી હુકમનુ પાનુ બની રહેશે તે વાત નક્કી છે.

કાંધલનો મત ભાજપને !

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં રસપ્રદ નવા વણાંક આવી રહ્યાં છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા પછી ય બંને ઉમેદવારોએ ચૂંટણી મેદાને ઉતરતાં હવે ખરાખરીનો જંગ ખેલાશે કેમકે, એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને મત આપવા જણાવી દીધુ છે જયારે અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીએ કોગ્રેસને સાથ આપવા નક્કી કર્યુ છે. પણ બીટીપીએ હજુ પત્તુ ખોલ્યુ નથી.

બીટીપીના બંને મત અમને જ મળશે : કોંગ્રેસ

દરમિયાન, વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે ત્યારે આજે ગાંધીનગર સરકીટ હાઉસમાં બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરમાર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વસાવાએ કેટલીક શરતો મૂકી હોવાની ય ચર્ચા છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે, બીટીપીના બંને તો કોંગ્રેસને જ મળશે.

સત્તાવાર જાહેરાત છોટુ વસાવા કરશે

આ તરફ, ધારાસભ્ય મહેશ વસાવાનુ કહેવું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ કોને મત આપવો તે હજુ સુધી કંઇ નક્કી થયુ નથી. ભારતીય ટ્રાયબલ પાર્ટીની કોર કમિટીની ૨૪મી માર્ચે બેઠક મળનાર છે આ બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. છોટુ વસાવા આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી પ્રતિક્રિયા આપી છેકે,રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા થશે.ભાજપમાં કોઇ ક્રોસવોટિંગ કરશે નહીં. એનસીપી અને બીટીપી ભાજપને જ મત આપશે તેમાં શંકાને સ્થાન નથી. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે એટલે કોંગ્રેસના ઉમેદવારની ચોક્કસ હાર થશે. હવે સવાલ એછેકે, બીટીપીના બે મતો કોણ અંકે કરશે તો તે તો ૨૬મીએ જ ખબર પડશે.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં બીજેપી નેતાઓનું આક્રમક રૂખ, દિલીપઘોષે મર્યાદા ભૂલી મમતા દીદીને આપી જાહેરમાં ગાળો

Karan

હૈદરાબાદ ચૂંટણી LIVE: ભાજપ-ટીઆરએસ વચ્ચે જબરદસ્ત ઘમાસાણ, ઓવૈસીત્રીજા ક્રમે

pratik shah

ભારતીય ભાંગને સંયુક્ત રાષ્ટ્રમાં મળ્યું દવા તરીકે સ્થાન, ઐતિહાસિક ચૂંટણીમાં 27 દેશોનું સમર્થન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!