GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

રાજ્યસભાનું રમખાણ : ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો, 2 ધારાસભ્યોના રાજીનામા ફાયનલ

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ છે. અક્ષય પટેલે ગઈકાલે સાંજે મારી સાથે મુલાકાત કરી હતી. અને તેમનો માસ્ક ઉતારી ખરાઈ કરવામાં આવી હતી. તેમના હસ્તાક્ષરની પણ ખરાઈ કરવામાં આવી જે બાદ તેમના ધારાસભ્યને સ્વિકારવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યુ કે, કરપાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. ગુજરાતમાં કોરોનાકાળમાં કોંગ્રેસ માટે કપરોકાળ શરૂ થયો છે. હવે ભરતસિંહ સોલંકી માટે જીતવું આસાન રહ્યું નથી.

કરજણમાં કોગ્રેસ ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામાં અંગેની ચર્ચા વચ્ચે કોંગી ધારાસભ્ય કીરીટ પટેલ અને લલીત વસોયાએ તેમની પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું કે કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય પક્ષ પ્રત્યે નારાજ નથી. રાજેન્દ્ર ત્રિવેદીએ ખુલાસો કરી દેતાં તમામ અટકળોનો અંત આવી ગયો છે. આમ રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપે તડજોડની નીતિ અપનાવતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્ય સભાની ચુંટણીનો ફરી ધમધમાટ શરૂ થયો

રાજ્ય સભાની ચુંટણીનો ફરી ધમધમાટ શરૂ થયો છે ત્યાં જ કોંગ્રેસ માટે મોટું સંકટ ઉભું થયું છે.એક પછી એક ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા છે.કરજણના ધારાસભ્ય બાદ હવે વલસાડ જિલ્લાના કપરાડાના કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી ફરી સંપર્ક વિહોણા બન્યા હતા. વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ જીતુ ચૌધરીનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છે. જીતુ ચૌધરી કોંગ્રેસના રડાર બહાર નીકળી જતા રાજકારણમાં ખળભળાટ ફેલાયો છે. જોકે, રાજેન્દ્ર ત્રિવેદીએ ખુલાસો કરી દીધો છે આ ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્યોના રાજીનામાના અહેવાલો ફગાવ્યા છે. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસના કોઇ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. જોકે, અક્ષય પટેલે રાજીનામું સ્પીકરને મોકલી આપ્યું છે. હવે ધારાસભ્યોના રાજીનામાની વાત પાયાવિહોણી ન હોવાનું સાબિત થઈ ગયું છે.

અક્ષય પટેલે રાજીનામું સ્પીકરને મોકલી આપ્યું

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહે છે ત્યારે લોકોને સારી સારવાર આપવાને બદલે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં લાગી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરી કોંગી નેતાઓ પર દબાણ કરે છે. ખોટા કેસમાં ડરાવવા ધમકાવવા એ ભાજપની નીતિ છે પરંતુ કોંગ્રેસના કોઇ ધારાસભ્યો નહીં તૂટે અને કોંગ્રેસ રાજ્યસભાની બંને બેઠકો જીતશે તેવો વિશ્વાસ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો. જોકે, હવે એ શક્ય નથી.

READ ALSO

Related posts

ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનનો કાળો કારોબાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

pratik shah

ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે વિદ્યાર્થીઓને મળે છે ખાસ ડિસ્કાઉન્ટ! આ રીતે ઉઠાવો લાભ

Mansi Patel

વસ્ત્રાલ આરટીઓનાં ત્રણ RTO ઈન્સપેક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!