GSTV
Home » News » મહેસાણાના સમાજિક કાર્યકર રાજ્યસભાના બની શકે છે ભાજપના બીજા ઉમેદવાર

મહેસાણાના સમાજિક કાર્યકર રાજ્યસભાના બની શકે છે ભાજપના બીજા ઉમેદવાર

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર તરીકે વિદેશપ્રધાન એસ. જયશંકરનું નામ ફાઇનલ થઇ ગયું છે. મંગળવારે એસ. જયશંકર વિજય મુહૂર્તમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરશે. જોકે, ઉમેદવારીપત્રક ભરતા પહેલા એસ. જયશંકર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

S. Jaishankar

મહત્વનું છે કે જયશંકર પૂર્વ વિદેશ રહી ચૂક્યા છે અને મોદી સરકારની પ્રથમ ટર્મમાં વિદેશ નીતિને આકાર આપવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. ભાજપ દ્વારા બીજા ઉમેદવાર માટે જુગલ ઠાકોર સહિત અનેક નામોની અટકળો થઇ રહી છે.  ત્યારે ભાજપ અલ્પેશ ઠાકોર સામે ઓબીસી કાર્ડ ખેલ્યુ છ, અને મહેસાણાનાં ઠાકોર સમાજનાં અગ્રણી એવાં જુગલ ઠાકોરને ઉમેદવારીપત્રક ભરાવી શકે છે.

  • મહેસાણા ના સમાજિક કાર્યકર જુગલ ઠાકોર રાજ્યસભાના બની શકે છે ઉમેદવાર – સૂત્ર
  • આવતીકાલે ભરી શકે છે ફોર્મ – સૂત્ર
  • જુગલ ઠાકોરને ગાંધીનગરથી આવ્યો ફોન
  • જુગલ ઠાકોર કોળી વિકાસ બોર્ડના ડિરેકટર છે.
  • ભાજપના પાયાના કાર્યકર લોકસાભામાં મહેસાણા અને પાટણની ટિકિટની કરી હતી માંગ
  • જુગલ ઠાકોર ગાંધીનગર જવા થયા રવાના થયા

રાજ્યસભાની એક બેઠક પર ભાજપ દ્વારા મહેસાણાના સામાજિક કાર્યકર જુગલ ઠાકોરને ટિકીટ આપવામાં આવે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જુગલ ઠાકોરને ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવા માટે ફોન આવ્યો છે, આથી જુગલ ઠાકોર મંગળવારે વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે જુગલ ઠાકોર ભાજપના પાયાના કાર્યકર છે. હાલમાં તેઓ કોળી વિકાસ બોર્ડના ડિરેક્ટર છે. તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ છે. જુગલ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં મહેસાણા અથવા તો પાટણ બેઠક પરથી ટિકીટની માંગણી કરી હતી. પરંતુ તેમને ટિકીટ મળી નહોતી. જો કે હાઇકમાન્ડ હવે તેમને રાજ્યસભામાં મોકલી શકે છે. જુગલ ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી છે. તેમજ તેઓ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

કોંગ્રેસે રાજ્યસભાના બે ઉમેદવાર માટે ત્રણ નામ નક્કી કર્યા છે. બાલુભાઈ પટેલ, કરસનદાસ સોનેરી અને મનીષ દોશીના નામ નક્કી કરાયું છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોંગ્રેસની તરફેણમાં ન આવે તો ત્રણ પૈકી બે ઉમેદવાર ફોર્મ ભરશે. અને જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો કોંગ્રેસની તરફેણમાં આવે તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે.

ગાંધીનગર સરકીટ હાઉસમાં રાજ્યસભાની પેટાચૂંટણીના ઉમેદવારને લઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં પક્ષના તમામ ધારાસભ્યોની બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં ધારાસભ્ય ધવલસિંહ અને બહુચરાજીના ભરતજી ઠાકોર ગેરહાજરી સૂચક માનવામાં આવી રહી છે. આ ઉપરાંત વિક્રમ માડમ, મોહન વાળા, ગ્યાસુદ્દીન શેખ અને ક્રાંતિ ખરાલી પણ ગેરહાજર રહ્યા હતા. જોકે આ ચાર ધારાસભ્યોએ અગાઉથી પરેશ ધાનાણી અને અમિત ચાવડાને ગેરહાજર રહેવા અંગે જાણ કરી હતી.

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે માધવરાયજી મદિરમાં ઘુસ્યું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!