GSTV
Gujarat Government Advertisement

BTPના ધારાસભ્યો મત આપે કે બંને પાર્ટીમાંથી કોઈને પણ ન આપે ફાયદો તો ભાજપને જ થવાનો છે, આ છે રાજરમત

Last Updated on June 19, 2020 by Karan

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી હવે બુધ્ધિશાળી રાજનેતાઓનો જંગ બની ગઈ છે. BTP એ આ રાજયસભામાં ભારે કરી છે. અગાઉ ક્યારેય ન થયું હોય એવું આ ચૂંટણીનું મતદાન ગાંધીનગર વિધાનસભા સંકુલમાં શરૂ થતાં થવા લાગ્યું છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપની રૂપાણી સરકારના કેવડિયા કોલોનીમાં થયેલાં અત્યાચારનો પડઘો અહીં પડી રહ્યો છે. બીપીટીના બે ધારાસભ્યોએ નક્કી કર્યું છે કે તે ભાજપ અને કોંગ્રેસને મત નહીં આપવાની જાહેરાત કરી છે. તેથી જંગ વધું બુદ્ધિગમ્ય બની ગયો છે. હજુ સુધી બીટીપીના ધારસભ્યોએ કોઈને પણ મત ના આપવાનો નિર્ણય લીધો છે. જેમાં ફાયદો ભાજપને થવાનો છે. આ મોટી રાજરમત છે. જેમાં કોંગ્રેસને વોટ ન આપીને પણ ભાજપને બીટીપીએ જીતાડવામાં મદદ કરી છે. હવે આગામી દિવસોમાં જિલ્લાપંચાયતમાં રમખાણ થવાની પૂરી સંભાવના છે. આદિવાસીઓના હકના નામે ભાજપને મત ન આપી આડકતરી રીતે બીટીપીના છોટુ વસાવા એ માસ્ટર માઈન્ડ પૂરવાર થયા છે. હવે નરહરી અમીન ત્રીજા ઉમેદવાર તરીકે વનવે જીતી જશે. આજે કોંગ્રેસ અને ભાજપે છોટુ વસાવાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા.જેમાં કોંગ્રેસના નેતાઓ સફળ રહ્યા નથી. બીટીપીને લોકસભામાં ન ગણકારવાનું નુક્સાન કોંગ્રેસને થયું છે. જેનો બદલો બીટીપીએ રાજ્યસભામાં વાળ્યો છે. હવે બીટીપી ગમે તે કહે પણ વોટ ન આપી ભાજપને ફાયદો કરાવ્યો છે રાજરમત એ ભાજપની હોવાની સૌ કોઈ જાણે છે.

જો બીપીટીના બે મત કોઈને ન મળે તો મતનું ગણિત સાવ ઊંધું થઈ શકે છે. જો મત ન આપે તો તે મત રદ થયો ગણાય છે. તેથી હવે 170 ધારાસભ્યોના મત ગણવાના રહે. આમ થતાં 5 ઉમેદવારને દરેકને 34 મત મળવા ગણી શકાય. આમ થતાં હવે કોંગ્રેસના 66 મત રહે છે. તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે.

રાજ્યસભામાં અહેમદ પટેલે વસાવાને જે વચનો આપેલા તે પૂરા કર્યા ન હોવાથી વસાવાએ મત કોંગ્રેસને નહીં આપવાની જાહેરાત કરી છે. તેઓ ભાજપને પણ મત આપવાના એવું કહ્યું છે. પણ રાજનીતિ ગમે ત્યારે બદલાઈ જતી હોય છે.

જોકે, છેલ્લી રાજ્યસભાની ચૂંટણીમાં છોટુ વસાવા અમિત શાહની કારમાં ગુજરાત વિધાનસભામાં  મતદાન કરવા આવ્યા હતા. પણ મત અમિત શાહના કહેવાથી ભાજપને આપવાના બદલે અહેમદ પટેલને આપ્યો હતો. તેની સામે રાઘવજી પટેલનો મત રદ થયો હોવાથી અહેમદ પટેલ જીત્યા હતા. તેથી છોટુ વસાવા જે કહે છે તે કરે છે એવું માનવાને કારણ નથી. તેઓ ભાજપ કે કોંગ્રેસને કોઈને પણ મત આપી શકે છે. તેથી તે બાજી પલટી શકે છે.

આદીવાસી સમાજમાં ભાજપ પ્રત્યે છે નારાજગી

વળી, એક અને બીજા પ્રેફરંસનો મત આપવાનું દરેક સભ્ય માટે નક્કી છે. પણ ભાજપ અને કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોમાં નારાજગી છે તેથી ધારાસભ્ય મત આપી આવે પણ બગડા પછીના મત કોને આપ્યા અથવા તેના મતમાં સાહીની ગરબડ કે નોટાનો ઉપયોગ કરે તો તે મત નકામો થઈ શકે તેમ છે. આમ આ વખતની ચૂંટણી કેટલા મત રદ થાય છે તેના પર વધું અવલંબિત થઈ ગઈ છે. છોટુ વસાવાનું ગણિત અલગ છે. છોટુ વસાવા એ આદિવાસી નેતા છે. હાલમાં આદિવાસીઓમાં ભાજપ પ્રત્યે સખત નારાજગી છે. જો સીધા ભાજપને મત આપે તો છોટુ વસાવાનો આદીવાસી સમાજમાં દબદબો ઘટે તેવી સંભાવના છે અને અહેમદ પટેલ છોટુ વસાવાને ન સાચવી શક્યા એવો મેસેજ જાય તેવી સંભાવના છે. હાલમાં છોટુ વસાવા ભાજપ કે કોંગ્રેસને વોટ ન આપીને પણ ભાજપને ફાયદો કરાવી રહ્યાં છે. આ એકડા બગડાના ગણિતોમાં છોટુ વસાવા ભાજપને વોટ આપે કે બંનેમાંથી કોઈને પણ ન આપે છતાં ફાયદો તો ભાજપને જ થવાનો છે.

Gujarat Government Advertisement

Related posts

રામના નામે વેપાર / વિવાદમાં રામ મંદિર ટ્રસ્ટના વધુ બે જમીન સોદા, 20 લાખની ભૂમી 2.5 કરોડ રૂપિયામાં ખરીદી!

Zainul Ansari

ઓટો ડ્રાઇવરોને મફત તેલ આપે છે પેટ્રોલ પંપ માલિક, જાણો શું છે આખો મામલો

Vishvesh Dave

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!