GSTV

નોકરીયાત વર્ગને મોટી ભેટ / હવે ગ્રેચ્યુટી માટે 5 વર્ષ રાહ જોવાની નથી જરૂર, મોદી સરકારે કાયદામાં કર્યો આ સુધારો

સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે કે,પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીયાત લોકોને માત્ર ગ્રેચ્યુટીની રાહમાં સતત પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં રહી જાય છે. અથવા તો તેને નોકરી છોડવી પડી કે છુટી ગઈ તો તેને ગ્રેચ્યુટીનો ફાયદો મળતો નથી. હવે એવું કરવાની જરૂરત નહીં રહે.

કેન્દ્ર સરકારે નવા શ્રમ કાયદાને સદનની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી બાદ હવે ગ્રેચ્યુટી લેવા માટે પાંચ વર્ષની લિમિટને પૂર્ણ કરી દેવામાં આવી છે.

સરળ ભાષામાં સમજીએ તો તમને કંપની દર વર્ષે ગ્રેચ્યુટી આપશે. અત્યારસુધી જે નિયમ હતા તે પ્રમાણે કર્મચારીને કોઈ એક કંપનીમાં સતત પાંચ વર્ષ કાર્યરત રહેવું જરૂરી હતું.

નવા નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકોને ફિક્સ્ડ ટર્મ બેસિસ ઉપર નોકરી મળશે. તેને એટલા દિવસના આધાર ઉપર ગ્રેચ્યુટી મેળવવાનો હક્ક પણ મળશે. અર્થાત કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરનારા કર્મચારી પણ ગ્રેચ્યુટીનો ફાયદો લઈ શકશે. પછી તે કોન્ટ્રાક્ટ કેમ થોડા દિવસોનો ન હોય.

ગ્રેચ્યુટી કંપની તરફથી પોતાના કર્મચારીઓને આપવામાં આવે છે. આ એક રીતની કર્મચારી તરફથી કંપનીને દેવામાં આવેલી સેવાને લઈને તેને આપવામાં આવે છે. તેની વધારેમાં વધારે સીમા 20 લાખ રૂપિયા હોય છે. જો કે મૃત્યુ કે અક્ષમ થવા ઉપર ગ્રેચ્યુટીની રકમ આપવા માટે નોકરીના પાંચ વર્ષ પુરા થવા જરૂરી નથી.

કેવી રીતે ગણતરી થાય છે રકમની

કુલ ગ્રેચ્યુટીની રકમ = છેલ્લો પગાર x (15/26) x કંપનીમાં કેટલા વર્ષ કર્યું છે કામ. ઉદાહરણ પ્રમાણે માની લો કે, કોઈ એક વ્યક્તિ એક કંપનીમાં કામ કરી રહ્યો છે. તેનો છેલ્લો પગાર 35000 રૂપિયા (બેઝીક સેલેરી અને મોંઘવારી ભથ્થુ મળીને) છે તો તેની ગણતરી આ પ્રમાણે થશે. 35000 x 15/26 x 7= 1,41,346 રૂપિયા. મતલબ કે તે વ્યક્તિને 1,41,346 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!