GSTV

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Last Updated on July 25, 2021 by Zainul Ansari

પેગાસસ જાસૂસી વિવાદને લઈને દેશમાં રાજકીય ભુકંપ આવ્યો છે. હવે આ મુદ્દે, રાજ્યસભાનાં સાંસદ જોન બ્રિટ્ટાસે સુપ્રીમ કોર્ટમાં પિટિસન દાખલ કરીને એસઆઈટી તપાસની માંગ કરી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટના એડવોકેટ મોહન લાલ શર્મા પણ એસઆઈટી તપાસની માંગ માટે અરજી દાખલ કરી ચુક્યા છે.

ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને બંધારણીય પદાધિકારીઓની જાસૂસી મામલે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની વિનંતી કરતાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સવાદી નેતા અને રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટ્ટાસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

તેમણે જણાવ્યું કે જાસૂસીના તાજેતરના આક્ષેપોથી ભારતના વિશાળ વર્ગમાં ચિંતા ઉભી કરી છે અને આ જાસૂસી કાંડથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ઉંડી અસર પડશે. તેમણે પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી કરાવવાના આરોપો અંગે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે વિનંતી કરી છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પેગાસસ મામલે ફરીવાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી આ મામલે ફંડિંગની તપાસ કરાવવાની માંગ કરી છે. ઈઝરાયલી જાસૂસી એપ પેગાસસ થકી 300થી વધુ નેતાઓ, પત્રકારો, મંત્રીઓના ફોન ટેપ કરવામા આવ્યા હતા.

સંજય રાઉતે દાવો કર્યો કે, 2019માં પેગાસસ જાસૂસી પર 4.8 કરોડ ડૉલરનો ખર્ચ કરવામા આવ્યો હતો. સામનામાં આ વિશે લખવામા આવ્યું હતું કે, એક રિપોર્ટ અનુસાર 50 ફોનની જાસૂસી કરવા પાછળ 80 લાખ ડૉલરનો ખર્ચ આવે છે. 300 લોકોની જાસૂસી પાછળ 4.8 કરોડ ડૉલરનો ખર્ચ કરવામા આવ્યો છે.

રાઉતે કહ્યું કે 2019 સુધીના આંકડા સામે આવ્યા છે. 2020 અને 2021માં તો તેનાથી વધુ ખર્ચ કરાયો હશે. તપાસ થાય તો આ મામલે સત્ય સામે આવી શકે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!