GSTV
Home » News » બિહાર એનડીએમાં થયું સમાધાન, પાસવાનને અહીંથી બનાવાશે રાજ્યસભાના સાંસદ

બિહાર એનડીએમાં થયું સમાધાન, પાસવાનને અહીંથી બનાવાશે રાજ્યસભાના સાંસદ

ઘણી મડાગાંઠ બાદ અંતે બિહારમાં NDAની સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થઈ છે. સૂત્રોની માહિતી મુજબ ભાજપ-જેડીયુને 17-17 અને એલજેપીને 6 સીટ ફાળવવાની ફોર્મ્યુલા ઘડાઈ છે. જ્યારે એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાનને અસમમાંથી રાજ્યસભાની બેઠક ફાળવવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસમાં બિહારમાં એનડીએની બેઠક વહેંચણીની જાહેરાત થઈ શકે છે.

રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. અરુણ જેટલીએ વાતચીત કરીને લોક જનશક્તિ પાર્ટીની નારાજગીને દૂર કરવાની કોશિશ કરી છે. અમિત શાહની સાથે મળીને અરુણ જેટલી બિહારમાં એનડીએના ગતિરોધને દૂર કરવાની સાથે જ ભાજપ, જેડીયુ અને રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી વચ્ચે સીટ શેયરિંગ ફોર્મ્યુલાને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં સામેલ થયા હતા.

Related posts

અયોધ્યા કેસ ફરી સુપ્રીમ પહોંચ્યો, પીસ પાર્ટીએ દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન

Bansari

ઓ બાપ રે… પતિએ સેક્સ માટે ઓનલાઇન બોલાવી કોલગર્લ, સામે આવી તો નીકળી પત્ની

Karan

આ દિવસથી દેશભરમાં લાગુ થશે ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના, રામવિલાસ પાસવાને કરી ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!