GSTV
Home » News » જયા બચ્ચન પર ભડક્યા અમર સિંહ, ન બક્ષ્યાં અમિતાભ-અભિષેક અને ઐશ્વર્યાને પણ

જયા બચ્ચન પર ભડક્યા અમર સિંહ, ન બક્ષ્યાં અમિતાભ-અભિષેક અને ઐશ્વર્યાને પણ

પોતાનાં નિવેદનોથી ચર્ચામાં રહેતા રાજ્યસભાના સભ્ય અમર સિંહે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે, જેના કારણે ચર્ચામાં છવાઇ ગયા છે. રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પર બોલતાં આખા બચ્ચન પરિવરાને લપેટમાં લઈ લીધો છે. એકસમયે અમર સિંહ બચ્ચન પરિવારના બહુ નિકટ ગણાતા હતા અને તેમના માધ્યમથી જ જયા બચ્ચન સમાવાદી પાર્ટીનાં સભ્ય બન્યાં હતાં. ફેસબુકમાં એક વીડિયો શેર કરી સિંહે રાજ્યસભામાં જયા બચ્ચને આપેલ ભાષણ પર આખા બચ્ચન પરિવારને ઘેર્યો છે. તેમણે આ વીડિયોમાં અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન પર પણ ટિપ્પણી કરી છે.

જેમાં અમર સિંહે કહ્યું છે કે, દેશમાં અજીબ વાતાવરણ છે. કાલ સુધી રાજ્યસભામાં મારી જૂની સાથી હતી તે અત્યારે સાથી નથી. રાજ્યસભામાં જયાના ભાષણ અંગે બોલતાં સિંહે કહ્યું, મહિલાઓ અંગે ખૂબજ પીડાથી બોલી રહી હતી. કહી રહી હતી કે ટેક્નિકલ આંદોલનને તમે રોકી શકતા નથી. પોર્નોગ્રાફી કે ચલચિત્રોનાં ગંદાં દ્રષ્યો તમારી ટીવીમાં દેખાય તો રિમોટ તમારા હાથમાં છે, બટાન દબાવી દો, બધુ ઠીક થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે મારે પણ દીકરી છે.

આ અંગે વધુમાં બોલતાં સિંહે કહ્યું તો તમે કમ સે કમ માતા છો, પત્ની છો. માતા અને પત્નીના હાથમા સામાજિક રિમોટ હોય છ એ. તમે તમારા પતિને કેમ નથી કહેતાં કે, જુમ્મા ચુમ્મા દે દે ન કરે. તમે તમારા પતિને કેમ નથી કહેતાં કે વરસાદમાં નહાતી નાયિકા સાથે પ્રેમાલાપ ન કરે. તમે તમારી પુત્રવધુને કેમ નથી કહેતાં કે, એ દિલ હૈ મુશ્કેલ ફિલ્મમાં જે દ્રષ્યો તેમણે કર્યાં, તે ન કરે. તમે તમારા દીકરા અભિષેકને કેમ નથી કહેતાં કે યશ ચોપડાની ફિલ્મ ધૂમમાં એક્ટ્રેસ લગભગ નગ્ન જ થઈ જાય છે. આવાં દ્રષ્યો યુવાનોના માનસ પટલ પર કેવી અસર પાડશે?

વધુમાં અમર સિંહે જણાવ્યું કે, મહિલા હોવાના નાતે તમે સદનમાં ભાષણ આપી રહ્યાં હતાં તો, હવે કેમ ગૂંગાં-બહેરાં બની ગયાં. પહેલાં તમારા ઘરમાં બદલાવ લાવો. સમાજમાં અત્યારે જે વિકૄતિ છે, તેના માટે આખુ સિનેમા જગત જવાબદાર છે. જો રોમાંસ બતાવવો હોય તો, દેવદાસમાં દિલીપ કુમાર, બિમલ રાયે આંખોથી પ્રેમ બતાવ્યો હતો તેવો બતાવો. આ મટે નગ્ન-નગ્ન દ્રષ્યો, કામુક દ્રષ્યો બતાવવાની જરૂર નહીં પડે.

અમર સિંહે અંતે કહ્યું, “કપડાં પહેરીને પણ મધુબાલા અને દિલીપ કુમારે રોમાંસ કર્યો છે. આ માટે કપડાં ઉતારવાની જરૂર નથી. ત્યારબાદ પણ જો તમે ભાષણ આપો છો તો, સદનમાં બેસીને ગધેડાની જેમ અમે સાંભળીએ છીએ. કારણકે તમે મહિલા છો અને એક સમયના મહાનાયકની પત્ની છો.”

Related posts

તમારુ ખિસ્સુ થશે ખાલી, આ કારણે જાન્યુઆરીથી વીમા પ્રિમિયમના આપવા પડશે વધારે રૂપિયા

Bansari

નિત્યાનંદની વિદેશી સાધિકાએ કર્યા અનેક રહસ્યો ઉજાગર, પોલીસે આશ્રમમાથી આટલી વસ્તુ કરી જપ્ત

Nilesh Jethva

LIC પાસે તો નથી પડ્યા તમારા પૈસા ! ઘરે બેઠા આ રીતે કરો ચેક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!