GSTV
Home » News » બજેટ સત્ર પહેલા સુમિત્રા મહાજને સર્વદળીય બેઠક બોલાવી

બજેટ સત્ર પહેલા સુમિત્રા મહાજને સર્વદળીય બેઠક બોલાવી

વચગાળાના બજેટ સત્ર પહેલા લોકસભાની કાર્યવાહી સુચારુંરૂપથી ચાલે, તેને લઇને સ્પીકર સુમિત્રા મહાજને સર્વદળીય બેઠક બોલાવી છે. આ સિવાય રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડૂએ 31 જાન્યુઆરીએ સર્વદળીય બેઠક બોલાવી છે. આ સર્વદળીય બેઠકમાં સદનની કાર્યવાહી સુચારુરૂપે ચલાવવા પર ચર્ચા કરવામાં આવશે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે.

1 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં મોદી સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે, જ્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટાયેલી નવી સરકાર દ્વારા પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાનું બજેટ નાણાંમંત્રી નહી પરંતુ કાર્યવાહક નાણાંમંત્રી પીયૂષ ગોયલ રજૂ કરશે.

જ્યારે આવતીકાલે 28 જાન્યુઆરીએ કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર આ વચગાળાના બજેટ સત્રમાં કેટલીક મોટી જાહેરાત કરી શકે છે.

Related posts

નાગરીકતા કાયદાના વિરોધમાં મોદી સરકારે જાહેર કરી એડવાઈઝરી, રાજ્યોને થયા આ આદેશો

Mansi Patel

બિનસચિવાલય પરીક્ષા રદ, રૂપાણી સરકારનો 10 લાખ ઉમેદવારોના હિતમાં સૌથી મોટો નિર્ણય

Nilesh Jethva

જામિયા વિવાદ પર પ્રિયંકા ગાંધી ધરણા પર, કહ્યુ-સરકારે દેશની આત્મા પર કર્યો હુમલો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!