GSTV

ટ્રેન રોકો આંદોલન / અમરીશ ડેરના સમર્થકોનો અનોખો વિરોધ, રેલ્વેની જમીનનો વિવાદ બન્યો વધુ ઉગ્ર

Last Updated on June 23, 2021 by Dhruv Brahmbhatt

રાજુલામાં રેલ્વેની જમીન મામલે ચાલુ થયેલું આંદોલન હવે વધારે ને વધારે ઉગ્ર બની રહ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના સમર્થકોએ ડુંગર અને વડલી કુડીયાળ ગામે ટ્રેન રોકી વિરોધ કર્યો છે. જેના કારણે ગુડ્ઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેનોનું શેડ્યુલ ખોરવાયું. જો કે, પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી ટ્રેન સાથે આવેલા સમર્થકોને હટાવ્યા હતાં.

રાજુલા શહેરની વચ્ચોવચ આવેલી રેલ્વેની જમીન છેલ્લાં ૨૫ વર્ષોથી પડતર અને બિન ઉપયોગી હોવાના કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. જેથી ધારાસભ્ય અંબરીશ ડેર તથા રાજુલા નગરપાલિકાની માંગણી કરી હતી કે, રાજુલામાં રેલ્વેની બિન ઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ, રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક, વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવામાં આવે.

જેની માટે નગરપાલિકા અને રેલ્વે વચ્ચે કરાર પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ ત્યાર બાદ રેલ્વે વિભાગ દ્વારા નગરપાલિકાને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ન આવતા બેરીકેટ ઊભા કરવા આવ્યા હતાં. જ્યાર બાદ સમગ્ર વિવાદ સામે આવ્યો અને અમરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ અમરેલીના રાજુલામાં રેલ્વેની જમીન મુદ્દે ધરણાં કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યો અને રેલ્વે વિભાગની મંત્રણા પડી ભાંગી હતી જેથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!