GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રાજસ્થાનમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક શરૂ, ગહેલોતને સીએમ પદ પરથી હટાવવા પર અડ્યું પાયલોટ જૂથ

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ છે. જેમાં આમંત્રણ છતાં પણ સચિન પાયલટ ઉપસ્થિત રહ્યા નથી. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે  નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટને મનાવવાના પ્રયાસો

કોંગ્રેસ પાર્ટીએ સીએમ અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ પૂર્ણ કરવા માટે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જેમાં નારાજ સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. આ પહેલા સોમવારે સીએમ અશોક ગેહલોતે શક્તિ પ્રદર્શન યોજ્યું. સીએમ ગેહલોતે તેમની સાથે કુલ 109 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો. ધારાસભ્ય દળની બેઠકમાં આ કહેવામાં આવ્યું કે અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારનું સર્વસંમતિથી સમર્થન કરીએ છીએ.

સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યો રહ્યા ગેરહાજર

  • 1 સચીન પાયલોટ
  • 2 રમેશ મીણા
  • 3 ઈન્દ્રાજ ગુર્જર
  • 4 ગજરાજ ખટાના
  • 5 રાકેશ પારીક 6 મુરારી મીણા
  • 7 પી અર મીણા
  • 8 સુરેશ મોદી
  • 9 ભંવર લાલ શર્મા
  • 10 વેદપ્રકાશ સોલંકી
  • 11 મુકેશ ભાકર
  • 12 રામનિવાસ ગાનવડિયા
  • 13 હરીશ મીણા
  • 14 બૃજેન્દ્ર ઓલા
  • 15 હમરાજ ચૌધરી
  • 16 વિશ્વેન્દ્ર સિંહ
  • 17 અમર સિંહ
  • 18 દિપેન્દ્ર સિંહ
  • 19 ગજેન્દ્ર શક્તાવત

આ પહેલા સોમવારે સીએમ અશોક ગેહલોતે શક્તિ પ્રદર્શન યોજ્યું

ગઈકાલે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં સચિન પાયલટ જૂથના મનાતા 4 ધારાસભ્યોએ પણ આ બેઠકમાં હાજરી આપી. બીજી તરફ અપક્ષના કુલ 13 ધારાસભ્યો પૈકી 10 ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં ઉપસ્થિત રહેલા કોંગી ધારાસભ્યોએ ગેહલોત સરકારને કોઇ જ ખતરો ન હોવાનો દાવો કર્યો. બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે ભાજપ દ્વારા લોકતંત્રનું આ ચીરહરણ રાજસ્થાનના 8 કરોડ લોકોનું અપમાન છે.. તેને સ્વિકાર નહીં કરીએ.

CM બનવાના આગ્રહ પર સચિન પાયલોટ મક્કમ

કોંગ્રેસ પાર્ટીએ સીએમ અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ પૂર્ણ કરવા માટે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. કોંગ્રેસનાં એક સિનિયર નેતાએ જણાવ્યું કે પાયલટ હજુ પણ સીએમ પદની માંગ પરથી હટ્યા નથી, અને ગતિરોધ યથાવત રીતે ચાલુ છે. પક્ષને લાગી રહ્યું છે કે તેમની આ માંગણી અયોગ્ય છે, વરિષ્ઠ નેતાઓ તેમને મનાવવાના તમ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે.

પાયલટ

સીએમ અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ પૂર્ણ કરવા માટે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી

જેમાં નારાજ સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. આ પહેલા સોમવારે સીએમ અશોક ગેહલોતે શક્તિ પ્રદર્શન યોજ્યું. સીએમ ગેહલોતે તેમની સાથે કુલ 109 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો.ધારાસભ્ય દળની બેઠકમાં આ કહેવામાં આવ્યું કે અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારનું સર્વસંમતિથી સમર્થન કરીએ છીએ.

અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારનું સર્વસંમતિથી સમર્થન

સીએમ અશોક ગહેલોતના જૂથના ધારાસભ્યો ભલે સરકાર નહી તૂટે તેવો વિશ્વાસ દાખવતા હોય પરંતુ રાજસ્થાનમાં સચિન પાયલટને મનાવવા માટે મંથન ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં સરકાર બચાવવાની કવાયત વચ્ચે ગહેલોત સમર્થક ધારાસભ્યોની સંખ્યા એટલી જ છે કે જો એક બે ધારાસભ્યો અહીં-તહીં થયા તો રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સંકટમાં આવી જશે. તેથી કોંગ્રેસ પાર્ટી સચિન પાયલટને મનાવવાની સતત કોશિશ કરી રહ્યાં છે. પાયલટને રાજી કરવા માટે પાર્ટીના ટોચના પાંચ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુંગોપલ, પી. ચિદંબરમ અને અહમદ પટેલે તેમની સાથે વાત કરી હતી.. પરંતુ આ વાત પર સચિન પાયલટે ઈનકાર કર્યો કે તેમની હાઈકમાન્ડ સાથે વાત થઈ નથી.

READ ALSO

Related posts

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!