GSTV
Home » News » IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

આઇપીએલ 2019માં રાજસ્થાન રોયલ્સના ખરાબ પ્રદર્શનનું પરિણામ તેના કેપ્ટન આંજિક્ય રહાણેએ ભોગવવું પડ્યું છે. રહાણેને ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન પદેથી હટાવી દીધો છે. સીઝનની બાકીની મેચમાં રાજસ્થાનની કેપ્ટન્સી હવે સ્ટીવન સ્મિથ સંભાળશે. રહાણેની આગેવાનીમાં રાજસ્થાન રૉયલ્સ આ સીઝનમાં 8 મેચ રમી છે અને તેમાંથી 6 મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં 7મા નંબરે છે.

કોચે આપ્યા હતાં રહાણેને હટાવવાના સંકેત

રાજસ્થાન રોયલ્સના કોચ પેડી એપ્ટને મુંબઇ ઇન્ડિયન્સ સામે હાર્યા બાદ રહાણેને હટાવવાના સંકેત આપ્યા હતાં. અપ્ટને તે વાત સ્વીકારી હતી કે રાજસ્થાનની ટીમ એક યુનિટ તરીકે નિષ્ફળ રહી છે.

રહાણેનું ખરાબ પ્રદર્શન

આંજિક્ય રહાણે આ સીઝનમાં 8 મેચમાં 131ની સ્ટ્રાઇક રેટથી 201 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ફક્ત એક અડધી સદી ફટકારી છે. જ્યારે આઇપીએલમાં તેમનો ઓવરઓલ સ્ટ્રાઇક રેટ 120.56 જ રહ્યો છે. ગત બે સીઝન પર નજર કરીએ તો તેની સ્ટ્રાઇક રેટ 120થી ઓછી રહી છે. ટી 20 ફોર્મેટમાં કોઇપણ ઓપનિંગ બેટ્સમેન માટે આ સ્ટ્રાઇક રેટ ઓછી માનવામાં આવે છે. મુંબઇ સામેની મેચમાં રહાણે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ યોગ્ય સમયે તે મોટા શૉટ ફટકારી ન શક્યો અને પરિણામે ટીમે હારનો સામનો કરવો પડ્યો.

પ્લેઇંગ ઇલેવનમાંથી પણ થઇ શકે છે બાદબાકી

આજિંક્ય રહાણેને કેપ્ટન પદેથી તો હટાવી દેવામાં આવ્યો છે પરંતુ જો રાજસ્થાનની ટીમ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહારનો રસ્તો દેખાડી દે તો નવાઇ નહી. હકીકતમાં રહાણે હાલ ખરાબ ફોર્મમાં છે અને તે પ્લેઇંગ ઇલેવન માટે ફીટ નથી.

Read Also

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

IND vs SA: કોહલીનો ધમાકો, સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

pratik shah

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!