GSTV

મધ્યપ્રદેશમાં સિંધિયા બાદ હવે રાજસ્થાનમાં પાયલટ નારાજ, ગેહલોતે માનીતાઓને આપી દીધી ટિકિટ

Last Updated on March 11, 2020 by Mayur

મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાનમાં કોંગ્રેસમાં કકળાટની સ્થિતિ સર્જાઈ રહી છે. રાજ્યસભાની સીટને લઇને રાજસ્થાનમાં પાયલટ-ગેહલોત આમને સામને આવી ગયા છે. કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો માટે નામો નક્કી કર્યા છે તેને લઇને સચીન પાયલટ ગ્રુપ નારાજ છે.

ઉલ્લેખનીય છે કે આગામી 26 માર્ચે રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો છે, જેમાં હાલમાં ભાજપ પાસે 9 અને કોંગ્રેસ પાસે 1 જ બેઠક છે. કોંગ્રેસે ગત વખતે આ એક બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલ્યા હતા. પણ હવે મધ્યપ્રદેશના ઉકળતા ચરૂ સમયે જ પાયલટ અને ગેહલોત આમને સામને આવી ગયા છે.

જોકે હાલની સ્થિતિને જોતા કોંગ્રેસના ભાગમાં બે બેઠકો આવી શકે છે. કોંગ્રેસે આ બે બેઠકો માટે સંભવિત નામો તૈયાર કરી દીધા છે. જેમાં તારિક અનવર અને રાજીવ અરોડાનું નામ સામેલ છે. આ નામો ગેહલોતના ખાસ માનવામાં આવે છે. જેથી સચીન પાયલટ ગ્રુપ આ બન્ને નામોથી નારાજ છે. જેને લઈને દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સુધી પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

READ ALSO

Related posts

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!