GSTV

રાજસ્થાનમાં સત્તાધારી પક્ષના ધારાસભ્યોને સંતાડવા મચી દોડધામ, અશોક ગેહલોતની અનોખી ‘શાહવાળી’

રાજસ્થાનના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે ઉલ્લેખનીય છે કે , ભાજપના નેતા વસુંધરા રાજેના સમર્થક ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોતના સંપર્કમાં છે જેના પગલે પક્ષપલટાની ભીતને પગલે હાઇકમાન્ડના ઇશારે ભાજપના ધારાસભ્યોને ગુજરાત ખસેડવામાં આવ્યાં છે. હાલમાં છ ધારાસભ્યોને ખાસ પ્લેનમાં પોરબંદર લવાયા છે જયારે અન્ય 10 થી વધુ ધારાસભ્યોને ગાંધીનગર-હિંમતનગર પાસે એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. રવિવારે વધુ ધારાસભ્યો ગુજરાત આવી પહોંચે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ બધાય ધારાસભ્યોને રાજસ્થાનમાં 14મી ઓગષ્ટે શરૂ થનારાં વિધાનસભા સત્ર સુધી ગુજરાતમાં જ રાખવામાં આવશે. અત્યાર સુધી એવુ હતુેકે, ભાજપના ડરને કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રિસોર્ટમાં સુરક્ષિત સ્થળે રહેવુ પડતુ હતું.

ભાજપના ડરને કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રિસોર્ટમાં સુરક્ષિત સ્થળે રહેવુ પડતુ

રાજસ્થાના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો

તાજેતરમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ જયપુરમાં એક રિસોર્ટમાં રહેવું પડયુ હતું. હવે ઘડિયાળના કાંટા ઉંધા ફરતા હોય તેવી સિૃથતી સર્જાઇ છે. ભાજપની શાહવાળી સ્ટાઇલ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અપનાવી છે જેના કારણે હવે ભાજપના ધારાસભ્યોએ સુરક્ષિત સ્થળે રહેવા માટે ગુજરાત દોડવું પડયુ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોહ ગેહલોતના રાજકીય દબાણને પગલે વસૂંધરા રાજે સમર્થક ભાજપના ધારાસભ્યોને ગુજરાત ખસેડવા પડયાં છે. શનિવારે છ ધારાસભ્યોને ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં પોરબંદર લવાયા હતાં .પૂર્વ મંત્રી બાબુ બોખરિયા સહિતના સૃથાનિક ભાજપના નેતાઓએ રાજસૃથાનના ધારાસભ્યોને આવકાર્યા હતાં. પોરબંદરથી બધાય ધારાસભ્યોને કારમાં સોમનાથ લઇ જવાયા હતાં.

વસુંધરા રાજેના સમર્થક ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોતના સંપર્કમાં

સોમનાથમાં ધારાસભ્યો માટે સાગર દર્શન હોટલમાં રૂમો બુક કરવામાં આવી હતી. આ ધારાસભ્યોએ એ વાતનો સ્વિકાર કર્યો હતોકે, મુખ્યમંત્રી ગેહલોતના રાજકીય દબાણને કારણે અમારે ગુજરાત આવવુ પડયુ છે. વાસ્તવમાં ભાજપને ડર છેકે,વસુંધરા રાજે સમર્થક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરી શકે છે. આ ભીતીને કારણે ધારાસભ્યોને ગુજરાત ખસેડાયાં છે. આ તરફ,એવુ જાણવા મળ્યુ છેકે,ત્રણ અપક્ષ સહિત છથી વધુ ધારાસભ્યો એમ કુલ મળીને 10થી વધુ ધારાસભ્યોને અમદાવાદ લવાયા છેે. આ ધારાસભ્યોને બેજૂથમાં ગાંધીનગર અને હિમતનગર પાસેના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.

રવિવારે વધુ પાચ ધારાસભ્યો કારમાં અમદાવાદ લવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ગુજરાત ભાજપના નેતાઓ આ મામલે મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. આમ,વસૂંધરા રાજે જૂથના ભાજપના ધારાસભ્યોને હાલમાં ગુજરાતમાં સુરક્ષિત સૃથળે રાખવામાં આવ્યાં છે.

ભાજપના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી મંત્રીને

રાજસૃથાનમાં રાજકીય સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે છેેલ્લા બે દિવસથી ભાજપના ધારાસભ્યોને ગુજરાત લવાયા છે. વસૂંધરા રાજે સમર્થક ગણાતાં ધારાસભ્યોને ગુજરાતમાં સાચવવાની જવાબદારી એક મંત્રીને સોંપાઇ છે.એવી ય જાણકારી મળી છેકે, બળવાખોર નેતા સચિન પાયલોટના સમર્થક ધારાસભ્યો પણ અમદાવાદ લવાયા છે.ભાજપના ધારાસભ્યો સાથે કોઇ સંપર્ક ન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજસ્થાનમાં વિધાનસભાનુ સત્ર 14મીથી શરૂ થઇ રહ્યુ છે ત્યારે 13 ઓગષ્ટ સુધી બધાય ધારાસભ્યોને ગુજરાતમાં રાખવા નક્કી કરાયુ છે.

ભાજપના કયા કયા ધારાસભ્યો પોરબંદર પહોંચ્યાં

ધર્મેન્દ્રકુમારગુરદિપસિંહ
નિર્મલ કુંપાવતઅશોક લાહોટી
ગોપાલ શર્માજબ્બારસિંહ સાંખલા

READ ALSO

Related posts

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!