GSTV

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પલટી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Last Updated on September 22, 2021 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 32 મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે દુબઇમાં રમાઇ હતી. આ મેચ રાજસ્થાન રોયલ્સે વિજયના શંખ ફૂંક્યા છે. પંજાબ કિંગ્સને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાને પંજાબને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ, કેએલ રાહુલની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 183 રન જ બનાવી શકી હતી. પંજાબ રાજસ્થાન વચ્ચેની મેચ નિર્ણાયક ઓવર સુધી પહોંચી હતી. છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે 4 રનની જરૂર હતી. જોકે રાજસ્થાનના બોલર કાર્તિક ત્યાગીએ નિર્ણાયક ઓવરમાં પંજાબના ધુરંધરોને જકડીને રાખ્યા અને અંતિમ ઓવરમાં 1 રન આપી 2 વિકેટ ઝડપી.

અર્ષદીપનું રહ્યું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન :

રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 185 રન બનાવ્યા. એક સમયે ટીમ મોટો સ્કોર બનાવવા તરફ આગળ વધી રહી હતી પરંતુ, છેલ્લી ચાર ઓવરમાં ટીમ માત્ર 21 રન જ કરી શકી હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબ કિંગ્સના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 32 રનમાં 5 વિકેટ ઝડપી લીધી હતી. પંજાબ માટે એક મેચમાં પાંચ વિકેટ લેનાર તે ત્રીજો બોલર બન્યો.

રાજસ્થાનની આક્રમક બેટિંગ :

ટોસ હાર્યા પછી પણ રાજસ્થાન રોયલ્સ આક્રમક બેટિંગ સાથે મેદાનમાં ઉતરી હતી. ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતરેલા યશસ્વી જયસ્વાલ અને એવિન લુઈસે 54 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. આ સિવાય મેચની 16 મી ઓવરમાં લોરેમોરે બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી સ્કોરને વધુ મજબૂત કર્યો.

આ પહેલા આઈપીએલની આ સિઝનમાં, જ્યારે આ બંને ટીમો સામસામે આવી ત્યારે પંજાબે રાજસ્થાનને ચાર રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં છ વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ સંજુ સેમસન (119 રન, 63 બોલ, 12 ચોગ્ગા, સાત છગ્ગા) ની શાનદાર સદી હોવા છતાં સાત વિકેટે 217 રન જ બનાવી શકી હતી.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!