GSTV
Home » News » પૂર્વ રાજસ્થાન પાસે દબાણ સર્જાયું, ગુજરાતમાં આજે અહીં પડશે ભારે વરસાદ

પૂર્વ રાજસ્થાન પાસે દબાણ સર્જાયું, ગુજરાતમાં આજે અહીં પડશે ભારે વરસાદ

રાજ્યમા ચાલુ સિઝનના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ દબાણ સર્જાયુ છે જેના પગલે ખાસ કરીન સાબરકાંઠા, બનાસકાંઠા, મહિસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

સાબરકાંઠામાં ભાદરવે મેઘમહેર જોવા મળી છે. વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ઈડરમાં 5 ઈંચ, વિજયનગરમાં 3 ઈંચ, વડાલી અને પ્રાતિંજમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે હાલમાં વરસાદે વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ છે.

 

ઉપરવાસમાં સતત વરસાદને પગલે અરવલ્લીમાં જળાશયો છલકાયા છે. માઝૂમ જળાશયમાંથી 1000 ક્યુકેસ પાણી છોડાતા માઝૂમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. જેને પગલે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને  સલામત સ્થળે ખસવા સુચના અપાઈ છે. જળાશયોની સ્થિતિની વાત કરીએ તો માઝુમમાં પાણીની સપાટીમાં 157.04 મીટર, મેશ્વોમાં 214.90 મીટર જ્યારે વાત્રકમાં 171.35 મીટર અને વૈડીમાં 197.18 મીટર પાણીની સપાટી છે.

 

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પદાધિકારીઓની બેઠકમાં આ દિગ્ગજ નેતાઓ ગેરહાજર રહેતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખતા સંગઠનમાં નવાજૂનીના એંધાણ

Nilesh Jethva

ઓ બાપ રે, આ ફોટોગ્રાફ જોઈને તમે ચોંકી જશો, એકબીજાના કટ્ટર દુશ્મનો અહીં એક સાથે બેઠા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!