GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ખરાબ સર્વિસથી કંટાળી SUV કારને ખેંચાવડાવી ગધેડા પાસે, અચાનક દોડતી થઈ ગઈ કંપની

રાજસ્થાનમાં એક મોટી કંપનીની કાર ખરીદી સર્વિસથી કંટાળેલા ગ્રાહકે કંપનીનું પોતાના તરફ ધ્યાન ખેંચવા અનોખો જ ઉપાય શોધ્યો છે, કાર પર ગધેડાનું પોસ્ટર લગાવી કારને ગધેડા પાસે ખેંચાવડાવી. હવે સોશિયલ મીડિયામાં આનો વીડિયો વાયરલ બની જતાં, કંપની સફાળી જાગી છે અને ગ્રાહક પર કાયદાકિય કાર્યવાહી કરવાનું કહ્યું છે.

જયપુરના રહેવાસી વિશાલ પંચોલીને એક મોટી કંપનીની એસયૂવી ખરીદી હતી. માત્ર 1500 કિમી ચાલ્યા બાદ જ કારમાં ખરાબી આવી. વિશાલ પંચોલીએ ડીલરશિપ શોરૂમમાં તેની ફરિયાદ કરી તો એ લોકોએ તેને રિપેર કરવાની ના પાડી દીધી. શોરૂમમાંથી એમ કહેવામાં આવ્યું કે, કારના માલિકે કારનો યોગ્ય ઉપયોગ નથી કરી, જેના કારણે આ ખરાબી આવી છે.

વિશાલનો આરોપ છે કે, તેણે ઘણીવાર આની ફરિયાદ કરી પરંતુ શોરૂમવાળા રિપેર કરવાની જગ્યાએ તેને મારવાની ધમકી આપવા લાગ્યા. બહુ સમજ્યા-વિચાર્યા બાદ, કંપનીનું ધ્યાન આકર્ષિત કરવા વિશાલે વિરોધ પ્રદર્ષિત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો. તેણે કાર પર ગધેડાનું પોસ્ટર લગાવ્યું અને લખ્યું, “આ કાર માણસો માટે નથી. ડૉંકી વ્હિકલ” પોસ્ટર લગાવવાની સાથે કારને ગધેડા પાસે ખેંચાવડાવી પણ, જેનો વીડિયો વાયરલ બની ગયો.

આ બાબતને ધ્યાનમાં લેતાં કાર કંપનીએ કહ્યું કે, ગ્રાહકોને સારી સર્વિસ આપવી એ અમારી કંપનીની પહેલી પ્રાથમિકતા છે, પરંતુ વિશાલ આ રીતે દુષ્પ્રચાર કરી કાર કંપનીની બ્રાન્ડ વેલ્યૂને નુકસાન પહોંચાડે છે. આ માટે કંપની વિશાલ વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!