GSTV

રાજસ્થાન કોંગ્રેસના આંતરિક ઘર્ષણનો મુદ્દો: ગેહલોત કોંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર પણ દિલ્હી જવા તૈયાર નથી!

Last Updated on June 16, 2021 by pratik shah

રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરિક ઘર્ષણનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પોત-પોતાના જૂથના નેતાઓ સાથે રણનીતિ બનાવી રહ્યાં છે. મુખ્યમંત્રી ગેહલોતે પોતાની નવી ચાલ ચાલતા ઘણા મંત્રીઓને પોતાના નિયંત્રણમાં રાખવા તેમના મંત્રિમંડળ સચિવાલય પાસેથી મંત્રિપરિષદના સભ્યોનો રિપોર્ટ માગ્યો છે.

અશોક

એક-દોઢ મહિના સુધી કોઈને મળી શકશે નહીં

રિપોર્ટની માંગ કરી અશોક ગેહલોતે મંત્રીમંડળમાં ફેરફારનો ઈશારો કર્યો છે. બીજી તરફ ગેહલોતે ડૉક્ટર્સની સલાહનું બહાનું કાઢી પોતાને હોમ ક્વોરેન્ટાઈન કરી લીધા છે અને હાઈકમાન્ડ સહિત તમામ સ્થળે જણાવી દીધું છે કે- તેઓ એક-દોઢ મહિના સુધી કોઈને મળી શકશે નહીં. આ રીતે ગેહલોત પોતે કોઈના દબાણમાં નહીં આવે તેવો સંકેત આપી રહ્યાં છે.

ગેહલોત કોંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર પણ દિલ્હી જવા તૈયાર નથી

ગેહલોત કોંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર પણ દિલ્હી જવા તૈયાર નથી. રાજસ્થાન પ્રભારી અજય માકને ગેહલોત સાથે વાત કરી આંતરિક ઘર્ષણ મામલે ઉકેલ લાવવા કહ્યું હતું. જોકે ગેહલોતે હાલ સ્વાસ્થ્ય કારણોસર કોઈને મળી નહીં શકે તેમ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!