GSTV
Home » News » રાજસ્થાનમાં કોણ બનશે કોંગ્રેસનો મુખ્યમંત્રી વચ્ચે, આ બે નેતાઓએ બતાવી દીધી દાવેદારી

રાજસ્થાનમાં કોણ બનશે કોંગ્રેસનો મુખ્યમંત્રી વચ્ચે, આ બે નેતાઓએ બતાવી દીધી દાવેદારી

રાજસ્થાનમાં કોંગ્રેસના રાજકારણમાં અત્યાર સુધીનો મોટો સવાલ છે કે મુખ્યપ્રધાનનો ચહેરો કોણ બનશે? પરંતુ ચૂંટણી પરિણામો સુધી આ શંકા યથાવત રહેવાની શક્યતા છે. કોંગ્રેસના સંગઠન મહામંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહેલોતે બુધવારે સવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે અને સચિન પાયલોટના ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. જેને કારણે રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર હલચલ પેદા થઈ છે.

બીજી તરફ ભાજપે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ પલટવાર કરતા કોંગ્રેસમાં ટિકિટોના મામલાની દાવેદારી અથવા હિસ્સેદારીનો મામલો ગુંચવાયેલો હોવાનું પણ જણાવ્યું છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસની ટિકિટો પર નિર્ણય થયો નથી. પરંતુ ગહેલોત અને સચિન પાયલોટે સંયુક્તપણે દાવેદારી રજૂ કરી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે રાજસ્થાનમાં કોંગ્રેસના દાવા મુજબ ભાજપ વિરુદ્ધ અને પોતાની તરફેણમાં ચૂંટણીનું વાતાવરણ બની ચુક્યું છે. આગામી સરકાર કોંગ્રેસની બનવાનો દાવો પણ થઈ રહ્યો છે. જો કે ગહેલોત અને પાયલટ વચ્ચે સીએમ પદની દાવેદારીને લઈને ખેંચતાણને કારણે જૂથબંધીના વકરવાથી ખેલ બગડે નહીં તેની પાર્ટીમાં આંતરીક સ્તરે ચિંતા પણ દેખાઈ રહી છે.

READ ALSO 

Related posts

અભય દેઓલે ફોટો શેર કરી કબૂલાત કરી, ‘હું પણ ડાયરેક્ટર સાથે સૂતો છુ’

Mansi Patel

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari

Video: ‘શાહરૂખ ખાન મારી માના પતિ છે…’ આ યુવતીએ જાહેરમાં કર્યો મોટો ધડાકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!