GSTV
Home » News » દિપિકા બાદ ભણસાલીને અપાઇ ધમકી, માથુ વાઢનારને 51 લાખનું ઇનામ !

દિપિકા બાદ ભણસાલીને અપાઇ ધમકી, માથુ વાઢનારને 51 લાખનું ઇનામ !

દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને કરણીસેનાની ધમકીઓ બાદ પણ 25 જાન્.આરીએ પદ્માવત ફિલ્મ દેશભરમાં રિલિઝ થઇ, પરંતુ સમાજના કેટલાંક ઠેકેદારોએ હજુ પણ શાંતિનો શ્વાસ લીધો નથી. બ્રજમંડળ ક્ષત્રિય રાજપૂત મહાસભાના પદાધિકારીઓએ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનું માથુ વાઢી લાવનારને 51 લાખ રોકડ ઇનામ આપવાની ઘોષણા કરી છે. મહાસભાના પદાધિકારીઓની બેઠક બાદ જિલ્લાધ્યક્ષ મુકેશ સિંહ સિકરવારે ભણસાલીનું માથુ વાઢી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમણે ઘોષણા કરતાં કહ્યું કે ભણસાલીનું માથુ વાઢી લાવનારને 51 લાખ રૂપિયા ચાંદીના થાળમાં સજાવીને આપવામાં આવશે. ફિલ્મના વિરોધ અંગે તેમણે જણાવ્યું કે ભણસાલીએ ઇતિહાસ સાથે ચેડાં કરીને રાજપૂતોને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો છે. તેણે રાણી પદ્મમાવતીના ચરિત્રનું હનન કર્યું છે. તેથી રાજપૂત સમાજ તેને આ ભુલ બદલ બોધપાઠ ભણાવશે.

બીજી બાજુ કરણી સેના બાદ હવે ક્ષત્રીય મહાસભાના અધ્યક્ષ ગજેન્દ્ર સિંહે ઘોષણા કરી છે કે જેપણ દિપિકા પાદુકોણના નાક-કાન કાપી આવશે તેને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

ગજેન્દ્ર સિંહે તે વ્યક્તિને સહયોગ કરવાની અને અક કરોડ રૂપિયા આપવાની વાત કરી છે જે દિપિકા પાદુકોણના નાક-કાન કાપી લાવશે. કાનપુર વાસીઓ પાસેથી કરોડો રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દિપિકાને આ પ્રકારની ધમકી આપવામાં આવી છે.

Related posts

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન ફર્યું પરત

pratik shah

જાપાનનાં સમ્રાટ નારૂહીતોએ રાજગાદી સંભાળી, રાષ્ટ્રપતિ પણ રહ્યા હાજર

pratik shah

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!