GSTV
Home » News » આજે એક લાખ રાજપૂતો પદ્માવતીનો વિરોધ કરશે, ગાંધીનગરમાં મહાસંમેલન

આજે એક લાખ રાજપૂતો પદ્માવતીનો વિરોધ કરશે, ગાંધીનગરમાં મહાસંમેલન

રાજપૂત કરણી સેના દ્વારા રવિવારે ગાંધીનગરમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે, આ મહાસંમેલન પદ્માવતીનો વિરોધ કરશે.

ફિલ્મ પદ્માવતીમાં હિન્દુ સંસ્કૃતિને ખોટી રીતે દર્શાવવાની સાથે રાજપૂત સમાજને બદનામ કરવાનો પ્રયાસ હોવાના આક્ષેપ છે.

ગાંધીનગર સેક્ટર – 11માં આવેલા રામકથા મેદાનમાં રવિવારે બપોરે 12 વાગે યોજાનાર આ મહાસંમેલનમાં રાજ્યભરમાંથી એક લાખ રાજપૂતોને એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.

ફિલ્મ પદ્માવતીમાં હિન્દુ સંસ્કૃતિને કલંકિત કરવાના હેતુથી ઇતિહાસને તોડી-મરોડીને ચિતરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા કરણી સેનાના હોદ્દેદાર અને રાજપૂત સમાજના અગ્રણી ડૉ. શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજની દિકરી રાણી પદ્માવતીના ચરિત્રને લાંછન લગાવતી આ ફિલ્મનો વિરોધ કરવા માટે રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજ એકત્ર થઇ રહ્યો છે.

ફિલ્મની રજૂઆત ન થવા દેવા અને ભવિષ્યમાં કોઇ પણ રીતે સમાજને કલંકિત કરવાનું તથા સમાજના ઇતિહાસને તોડી-મરોડીને રજૂ ન કરે તેવી માગ કરાશે.

 

Related posts

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

અંતે ટ્રમ્પ અને મોદીના રોડ શોના યજમાન કોણ હશે તે વાતની થઈ સ્પષ્ટતા

Nilesh Jethva

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!