GSTV

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: જેઠાલાલના રોલને ઠોકર માર્યા બાદ રાજપાલ યાદવે આટલા વર્ષે આપ્યું આવું રિએક્શન

Last Updated on July 20, 2021 by Pravin Makwana

ટીવીના ફેમસ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું મહત્વનું પાત્ર ‘જેઠાલાલ’ આ રોલ માટે દિલીપ જોશી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. હળવા મનોરંજનથી ભરપૂર આ કોમેડી શોના 13 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. આ રોલ માટે મેકર્સે રાજપાલ યાદવને ઓફર આપી હતી. હાલમાં જ્યારે આ વિશે રાજપાલને પુછવામાં આવ્યુ કે, આ રોલ છોડવાનો કોઈ વસવસો તો નથી ને, ત્યારે તેણે જે જવાબ આપ્યો તે કંઈક આ પ્રકારનો હતો.

રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કનન સાથે વાત કરતા રાજપાસ યાદવે જણાવ્યુ હતું કે, તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા છોડવાનો તેમને કોઈ વસવસો નથી. રાજપાલ યાદવે જણાવ્યુ હતું કે, નહીં…નહીં…જેઠાલાલના પાત્રની ઓળખાણ એક સારા કેરેક્ટર, એક સારા કલાકારના હાથે થઈ છે અને હું દરેક પાત્રને કોઈ કલાકારનું પાત્ર માનુ છું.

રાજપાલ યાદવે આગળ કહ્યુ હતું કે, અમે લોકો એક મનોરંજન માર્કેટમાં છીએ, તો હું કોઈ કલાકારના પાત્રમાં પોતાના પાત્રને ફિટ નથી કરતો. મને એવુ લાગે છે કે, જે પણ પાત્ર બને, જે રાજપાલ માટે બને, તેને કરવાનું સૌભાગ્ય મળે, પણ કોઈ બીજા દ્વારા રચવામાં આવેલા અને ઘડવામાં આવેલા પાત્રને નિભાવવાનો કોઈ મોકો ન મળે.

રાજપાલ યાદવ પોતાની શાનદાર કોમેડી માટે જાણીતા છે. ચૂપ ચૂપ કે, મુઝસે શાદી કરોગી, વક્ત: દ રેસ અગેંસ્ટ ટાઈમ, મેંને પ્યાર ક્યોં કિયા, ભૂલ ભૂલૈયા જેવી કેટલીય ફિલ્મોમા કામ કર્યુ છે. ટૂંક સમયમાં જ રાજપાલ હંગામા 2માં દેખાશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, પરેશા રાવલ, મીઝાન ઝાફરી અને પ્રણિતા સુભાષ પણ છે.

આપને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે રાજપાલ યાદવ ઉપરાંત અલી અસગર, હપ્પુ દારોગાના નામથી ખ્યાત યોગેશ ત્રિપાઠી ઉપરાંત કિકૂ શારદા અને સ્ટેન્ડ અપ કોમેડિયન અહસાન કુરૈશીને પણ ઓફર મળી હતી. પણ સૌ કોઈએ પોત-પોતાની જગ્યાએથી જેઠાલાલનું પાત્ર કરવાની ના પાડી દીધી. આખરે આ રોલ દિલીપ જોશીના નસીબે આવ્યો, તેમનું ભાગ્ય ચમકી ગયું. આ શો આજે લોકપ્રિયતા સર્વોત્તમ શિખરે બિરાજે છે.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!