રાજોમૌલી ફરીથી ભારતીય સિનેમાંનો ઈતિહાસ તોડશે, વાત છે 1920ના સમયનાં બે ક્રાંતિકારીઓની

rajamouli rrr

ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દસ ભારતીય ભાષાઓમાં ફિલ્મ બનવાની છે. ‘બાહુબલી’ના દિગ્દર્શક રાજોમૌલી પોતાની આગામી ફિલ્મ ‘ આરઆરઆર’માં આલિયા ભટ્ટ અને અજય દેવગણ કામ કરવાના છે. હૈદરાબાદમાં યોજેલી એક પ્રેસકોન્ફરન્સમાં રાજામોલીએ આલિયા અને અજય દેવગણના નામની ઘોષણા કરી હતી. તેણે જણાવ્યું હતું કે, અજયની એન્ટ્રી ફિલ્મની વાર્તા ફ્લેશબેકમાં થશે ત્યારે એક મહત્વપૂર્ણ વળાંક આવશે.

આ ફિલ્મ ૧૯૨૦ના સમયની છે. આ એક કાલ્પનિક કહાની છે જેમાં બે ક્રાંતિકારીઓ અલુરી અને સીતારામ રાજુ અને કુમાર ભીમની વાત દર્શાવામાં આવશે. દક્ષિણ ભારતમાં આ બે ક્રાંતિકારીઓના નામ સમ્માનથી લેવામાં આવે છે. રાજામોલીના અનુસાર આ ક્રાંતિકારીઓના જીવનની તમામ ઘટનાને લોકો જાણતા નથી. તેથી આ ફિલ્મમાં તેઓ તેમની જીવનકથની દર્શાવાનો પ્રયાસ કરશે. ફિલ્મ ‘ આરઆરઆર’માં જૂનિયર એનટીઆર કુમાર ભીમનું પાત્ર ભજવશે. રામ ચરણ અલૂરી સીતારામ રાજુની ભૂમિકામાં જોવા મળશે. રાજામોલીની આ ફિલ્મની વાર્તા સાંભળતાં જ આલિયા અને અજયે કામ કરવા રાજી થયા હતા.

જોકે અજયે આ ફિલ્મની વાર્તા સાંભળ્યા બાદ નિર્ણય લેવા માટે ખાસો સમય પસાર લીધો હતો. તેણે પોતાના સ્ટાફને ફિલ્મની તારીખો ફાળવવાની સૂચના આપી હતી. આલિયાની જોડી રામ ચરણ સાથે બનશે અને તેના પાત્રનું નામ સીતા હશે. રાજોમોલીએ આલિયાને ફિલ્મની વાર્તા સફર દરમિયાન એરપોર્ટ પર સંભળાવી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter