GSTV
Bollywood Entertainment Trending

‘2.0’ બૉક્સ ઑફિસ : અક્ષય કુમારે પોતાની કારકિર્દીમાં પહેલીવાર બનાવ્યો આ અદ્ભૂત રેકોર્ડ

સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 2.0માં અક્ષય કુમારે મુખ્ય વિલનનો રોલ નિભાવ્યો છે. ફિલ્મનું બજેટ આશરે 540 કરોડ રૂપિયા છે. એવુ કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં અત્યારસુધીની સર્વાધિક બજેટવાળી ફિલ્મ છે. રિલીઝ પછી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ ફિલ્મની સાથે અક્ષયે એક અદ્ભૂત રેકોર્ડ બનાવ્યો છે.

2.0 હિન્દીમાં એવી અક્ષયની કેરિયરની પહેલી ફિલ્મ છે જેને રિલીઝ પછી એક દિવસમા સર્વાધિક કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે, ફિલ્મના હિન્દી વર્ઝનને રવિવારે રેકોર્ડબ્રેક 34 કરોડની કમાણી કરી છે.

એસ.શંકરના નિર્દેશનમાં બનાવેલી 2.0 અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. અક્ષય કુમાર ફિલ્મ 2.0ના દ્વારા તમિલ સિનેમામાં ડેબ્યુ કરશે.

હિન્દી વર્ઝનના કલેક્શનની વાત કરીએ તો એણે પહેલા જ દિવસે એટલે કે ગુરૂવારે 20 કરોડ 25 લાખની કમાણી કરીતો શુક્રવારે 18 કરોડ, શનિવારે 25 કરોડ અને રવિવારે 34 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના હિન્દી વર્ઝનમાં અત્યાર સુધીનું કુલ કલેક્શન 97 કરોડ 25 લાખ રૂપિયા દર્શાવવામાં આવી રહ્યુ છે.

રજનીકાન્ત અને અક્ષયકુમારની આ ફિલ્મ એક સાઈન્સ ફિક્શન એક્શન ફિલ્મ છે. જેને 14 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. ફિલ્મ ટેકનીકલ રીતે ખુબજ સ્ટ્રોંગ છે. જે રીતનું Vfx લોકેશન શંકરે આપ્યુ છે તેના વખાણ થાય તેટલા ઓછા છે. વિજ્યુઅલ ટ્રીટ કમાલનું છે. જ્યાં અત્યાર સુધી ફિલ્મોને પાછળથી 3D માં બદલવામાં આવતી આ ફિલ્મ 3Dમાં શૂટ કરવામાં આવી છે.

Read Also

Related posts

મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર

Akib Chhipa

બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો

GSTV Web Desk

રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો

Siddhi Sheth
GSTV