GSTV
Bollywood Entertainment Trending

દેશની બીજી સૌથી મોટી ફિલ્મ બની ‘2.0’, અત્યાર સુધી કરી આટલા કરોડની કમાણી

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 2.0 બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝને 9 દિવસમાં 154 કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનો પહેલો વીકેન્ડ પૂરો થતાં જ બીજા અઠવાડિયા પહેલાં શુક્રવારે તેણે 5 કરોડ 85 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે પરંતુ શનિવારે બિઝનેસે ફરી ઝડપ પકડી અને તેણે 9 કરોડ 15 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો.

ફિલ્મની કમાણીનો આંકડો ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી જારી કર્યા છે. ફિલ્મના ફક્ત હિન્દી વર્ઝનથી જ 200 કરોડ રૂપિયાની કમાણી કરવાની આશા છે. ફિલ્મમાં અક્ષય કુમાર ડૉ. રિચર્ડ અને ક્રોમેનના પાત્રમાં છે અને રજનીકાંતે વસીગરન અને રોબોટ 2.0નો રોલ પ્લે કર્યો છે. ડેઝી શાહ પણ મહત્વના કિરદારમાં છે.

.ફિલ્મનું બજેટ આશરે 540 કરોડ રૂપિયા છે. એવુ કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં અત્યારસુધીની સર્વાધિક બજેટવાળી ફિલ્મ છે. રિલીઝ પછી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ ફિલ્મની સાથે અક્ષયે એક અદ્ભૂત રેકોર્ડ બનાવ્યો છે.
2.0 હિન્દીમાં એવી અક્ષયની કેરિયરની પહેલી ફિલ્મ છે જેને રિલીઝ પછી એક દિવસમા સર્વાધિક કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. એસ.શંકરના નિર્દેશનમાં બનાવેલી 2.0 અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. અક્ષય કુમાર ફિલ્મ 2.0ના દ્વારા તમિલ સિનેમામાં ડેબ્યુ કરશે.

રજનીકાન્ત અને અક્ષયકુમારની આ ફિલ્મ એક સાઈન્સ ફિક્શન એક્શન ફિલ્મ છે. જેને 14 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. ફિલ્મ ટેકનીકલ રીતે ખુબજ સ્ટ્રોંગ છે. જે રીતનું Vfx લોકેશન શંકરે આપ્યુ છે તેના વખાણ થાય તેટલા ઓછા છે. વિજ્યુઅલ ટ્રીટ કમાલનું છે. જ્યાં અત્યાર સુધી ફિલ્મોને પાછળથી 3D માં બદલવામાં આવતી આ ફિલ્મ 3Dમાં શૂટ કરવામાં આવી છે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV