GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સામે છે, આ સૌથી મોટા પડકારો

એનડીએમાં પ્રથમ ટર્મમાં ગૃહપ્રધાન રહેલા રાજનાથસિંહના શિરે હવે બીજી ટર્મમાં સંરક્ષણ મંત્રાલયની મહત્વની જવાબદારી આવી છે. આમ તો રાજનાથસિંહ ભાજપના સૌથી અનુભવી નેતા છે. પરંતુ સંરક્ષણપ્રધાન તરીકે તેમની રાહ આસાન નથી. સંરક્ષણ ક્ષેત્રને લાંબા સમયથી આધુનિકીકરણની જરૂરિયાત છે. સાથે જ સૈન્યની રણનીતિને લગતા સુધારાઓ કરવામાં પણ રાજનાથસિંહનો અનુભવ દેશને કામ લાગી શકે છે.

હથિયાર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા

નવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સામે સૌથી મોટો પડકાર પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અને સરહદી સુરક્ષાનો છે. ભારત હાલ દુનિયાનો સૌથી મોટો હથિયારોનો આયાતકર્તા દેશ છે. આથી ભારતને હથિયારોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવી હથિયારોની આયાત શક્ય તેટલી ઘટાડવી રાજનાથસિંહની પ્રાથમિકતા રહેશે.

ડિફેન્સ મેનેજમેન્ટ

પીએમ મોદીની એનડીએ-1 સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા હતા. તેમ છતાં ડિફેન્સ મેનેજમેન્ટમાં ધરમૂળથી પરિવર્તન જરૂરી છે. સંરક્ષણ અધિકારીઓની લોબી અને ઝોન પ્રમાણે થતાં પોસ્ટીંગ સહિતની બાબતોમાં આમૂલ પરિવર્તનની જરૂરી છે.

પેન્ડિંગ પ્રસ્તાવો

રાજનાથ સિંહ સામે સંરક્ષણ ક્ષેત્રના પેન્ડિંગ પ્રસ્તાવો અને ઠરાવોને પાસ કરાવવાનો મુખ્ય પડકાર રહેશે. સંરક્ષણ મંત્રાલયના અનેક પ્રસ્તાવો નાણા મંત્રાલયમાં અટકેલા પડ્યાં છે. નવનિયુક્ત નાણાપ્રધાન નિર્મલા સીતારમણને 20 મહિનાનો સંરક્ષણપ્રધાન તરીકેનો અનુભવ હોવાથી તે તુરંત નિર્ણય લેશે તેવી અપેક્ષા છે.

15 લાખ સૈનિકો માટે પૂરતા હથિયારો

રાજનાથસિંહની પ્રાથમિકતા 15 લાખ સૈનિકો માટે પૂરતા હથિયારો ઉપલબ્ધ કરાવવાની રહેશે. કે જેથી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સૈનિકો નિશ્ચિત સમય સુધી ટકી રહે. જો યુદ્ધની સ્થિતી ઉદ્દભવે તો ભારત પાસે સબમરીનથી લઈને ફાઇટર પ્લેન, હેલિકોપ્ટર સહિત તમામ હથિયારો હોવા જરૂરી છે.

રાજનાથસિંહ ડીઆરડીઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સાથે જ ખાનગી કંપનીઓના સહયોગથી પીપીપી ધોરણે હથિયારોનું ઉત્પાદન વધારવાની પ્રાથમિકતા રહેશે. મેક ઇન ઇન્ડિયા અતંર્ગત સ્વદેશી ફાઇટર જેટથી લઈને ગન સુધી અને હેલિકોપ્ટરથી લઈને તોપ સુધી ભારતમાં સ્વદેશી હથિયારો તૈયાર કરવાનો પડકાર રહેશે.

સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી

રાજનાથ સિંહ માટે સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી ઉપરાંત સંરક્ષણ સહયોગીઓને કેવી રીતે મજબૂત કરી શકાય તે પણ પડકાર રહેશે. ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોના પડકારની વચ્ચે ઇઝરાયેલ જેવા મિત્રોનો સહયોગ પ્રાપ્ત કરીને તેમની સાથે ભાગીદારીઓ મજબૂત કરવી પડશે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનો સિલસિલો યથાવત, પારો 43 ડિગ્રીને પાર

Nilesh Jethva

તાઈવાન હોંગકોંગની વચ્ચે 2 યુદ્ધ જહાજો ગોઠવી શું કરવા માગે છે ચીન,શું છે તેની નવી ચાલ

Harshad Patel

અમદાવાદ આ વિસ્તાર બન્યો નવો હોટ સ્પોટ એરિયા, એક જ દિવસમાં નોંધાયા 28 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!