GSTV

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Last Updated on September 17, 2021 by Pritesh Mehta

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે દેશના ભાગલા સમયે જો સાવધાની દાખવવામાં આવી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત. સિખ સમુદાયે આઝાદીની લડાઈમાં મોટો સંઘર્ષ કર્યો છે.

રાજનાથ

રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણે ભાગલાનો ડંખ સહન કરવો પડ્યો. સિખ સમુદાયને ઘણું બધુ સહન કરવું પડ્યું. આપણા યુવાનોને સિખોનો ઈતિહાસ ભણાવો.  આ દેશ સિખ સમુદાયનું યોગદાન ક્યારેય નહીં ભૂલે. કેટલાક લોકો ખાલિસ્તાનની માંગ કરે છે.

તેમણે આગળ ઉમેર્યું હતું, ‘ કેટલાક લોકો ખાલિસ્તાનની માંગ કરે છે. પરંતુ તમે ખાલિસ્તાનની વાત જ શા માટે કરો છો. આખુ હિન્દુસ્તાન તમારૂ છે. સિખ સમુદાયના કારણે જ આજે ભારતીય સંસ્કૃતિ બચેલી છે. સિખ સમુદાયનો ઇતિહાસ સ્વર્ણિમ રહ્યો છે પરંતુ પરેશાની એ છે કે તેમાંથી ઘણા લોકો ઇતિહાસને જાણતા નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!