GSTV

ચોકિદાર ચોર નહીં પણ પીએમ બનવા શ્યોર છે: રાજનાથ સિંહ

અમિત શાહની રેલીમાં આવેલા રાજનાથ સિંહે સંબોધન કરતા કહ્યું હતું કે, હું ગુજરાતનો મતદાતા છું પણ જ્યારે અમિત શાહ જ્યારે ઉમેદવારી દાખલ કરે છે ત્યારે હું હાજર થયો. 2014માં ચૂંટણી થઈ હતી ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હું હતો અને ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યો હતો.

તેમણે અમિત શાહને લાલ કૃષ્ણ અડવાણીના ઉતરાધિકારી ગણાવતા કહ્યું હતું કે, આજના અવસર પર હું એ જ શુભકામનાઓ આપવા માટે આવ્યો છું. અહીંથી લાલ અડવાણી ચૂંટણી લડતા આવ્યા છે અને તેમના ઉતરાધિકારી તરીકે સંભાળવા જઈ રહ્યા છે.અહીંની જનતા રેકોર્ડ મતદાન કરશે જેથી અમિત શાહ સંસદમાં પહોંચે.

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, આઝાદ ભારતના ઈતિહાસમાં કોઈ પ્રધાનમંત્રીએ કરિશ્માઈ કામ કર્યું છે તો તે પ્રધાનમંત્રીનું નામ નરેન્દ્ર મોદી છે. જે ભારત ગરીબ દેશની કતારમાં ઉભતો હતો તે પાંચ વર્ષમાં એવું કામ કર્યું કે ભારત જ નહીં વિશ્વનું અર્થશાશ્ત્ર ભારતની તાકાત બની છે. જે ભારત 2014 પહેલા દુનિયાના ટોપ ટેન દેશોમાં ન હતો તે ભારત દુનિયાના ટોપ ટેન કન્ટ્રીમાં આવી ગયો છે.

તેમણે ભારતીય જનતા પાર્ટીની કામગીરી ભવિષ્યમાં કેવી હશે અને દેશનું અર્થતંત્ર કેવું હશે તેના પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, એ દિવસ દૂર નથી કે 2028 આવતા આવતા રશિયા-ચાઈના જેવા દેશને પાછા છોડી ભારત ટોપ કન્ટ્રીમાં આવી જશે જેનો શ્રેય પણ નરેન્દ્ર મોદીને જ જાય છે.

તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમામ દુનિયા સ્વીકારે છે કે ભારતનું નેતૃત્વ સશ્કત હાથમાં છે. વિરોધી પાર્ટી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે. આ પાર્ટીને ચૂંટણીમાં સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે.

તેમણે બાલાકોટ સ્ટ્રાઈકની સાથે અટલ બિહારી વાજપેયીના સંસદના ભાષણનો ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ વિખુટુ પડ્યું ત્યારે અટલજીએ ઈન્દિરાના વખાણ કર્યા હતા. આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 26-11 વખતે કોંગ્રેસની સરકાર હતી અને પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી. આપણા દેશના સૈન્યના શોર્ય અને પરાક્રમને કોઈ પણ દશ ચૂનોતી ન આપી શકે. તેમણે અમિત શાહની કામગીરીના વખાણ કરતા કહ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીમાં જે કામ નથી કરી શક્યો તે અમિત શાહે કામ કરી બતાવ્યું છે.

Read Also

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

અજમાની અદભૂત ખેતી કરી સમગ્ર બોટાદમાં કાઠુ કાઢ્યું છે આ ખેડૂતે, સફળતાની કહાની વાંચી તમને પણ મળશે પ્રેરણા

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!