GSTV
Home » News » ભાજપે લખનૌ ગઢ સાચવી રાખતા રાજનાથસિંહનો ભવ્ય વિજય, પૂનમ સિન્હાનો કારમો પરાજય

ભાજપે લખનૌ ગઢ સાચવી રાખતા રાજનાથસિંહનો ભવ્ય વિજય, પૂનમ સિન્હાનો કારમો પરાજય

લોકસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. ફરી એક વખત 48 વર્ષનો રેકોર્ડ તોડીને ભાજપ અને નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ વાળું એનડીએ ગઠબંધન સરકાર બનાવશે તે વાત નિશ્ચિત છે. તેથી સમગ્ર દેશનાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહૌલ છવાયો છે. ત્યારે વાત કરીએ દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં પણ 2014ની જેમ મોદી મેજીક ચાલી ગયો છે. ત્યારે વાત કરીએ ઉત્તર પ્રદેશની રાજધાની અને હાઇપ્રોફાઇલ ગણાતી લખનૌ લોકસભા બેઠકની, તો લખનૌ લોકસભા બેઠક પર ભાજપનાં દિગ્ગજ નેતા અને ગૃહ પ્રધાન રાજનાથસિંહની જીત થઇ છે.

લખનૌ લોકસભા બેઠક પરથી પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપનાં પાયાનાં પત્થર સમાન અટલ બિહારી વાજપેયી પ્રતિનિધીત્વ કરી ચુક્યા છે. આ બેઠક પરથી 2019ની ચૂંટણીમાં ભાજપ તરફથી રાજનાથસિંહે ઉમેદવારી નોધાવી હતી. તેમજ કોંગ્રેસ તરફથી આચાર્ય પ્રમોદ કૃષ્ણમ મેદાનમાં હતાં. જો કે સૌથી મહત્વની વાત એ છે કે મહાગઠબંધનનાં ચહેરા તરીકે અભિનેતા શત્રુઘ્ન સિન્હાનાં પત્ની પૂનમ સિન્હાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેથી આ વખતે ત્રિકોણીય જંગ થયો હતો.

જો કે મળતી માહિતી પ્રમાણે સાડા ચાર લાખ કરતા વધુ મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસનાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 1 લાખ 34 હજાર મતો મળ્યા છે. જ્યારે નંબર-ટુ પોઝીશન પર સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર પૂનમ સિન્હા રહ્યા છે. પૂનમ સિન્હાને બે લાખ બાવીસ હજાર મતો મળ્યા છે. જો કે લખનૌ સીટ પરથી ભાજપનાં ઉમેદવાર અને કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહ જીતી ચુક્યા છે. જ્યારે સૌથી મોટા અપસેટ સમાન પૂનમ સિન્હાની હાર થઇ છે.

લખનૌ સીટ પરંપરાગત રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે. રાજાનાથસિંહ આ વખતે પણ આ ગઢ સાચવી રાખવામાં સફળ રહ્યા છે. તેમજ આ વખતે પણ લખનૌ સીટ પરથી રાજનાથ સિંહ વિજેતા બન્યા છે. અભિનેતા શત્રુઘ્ન સિન્હાનાં પત્ની પૂનમ સિન્હાની હાર થઇ છે. તેમજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા પણ બિહારની પટનાસાહિબ સીટ પરથી હારી ગયા છે. મહત્વનું છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા શત્રુઘ્ન સિન્હાએ હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ તેમનાં પત્ની પૂનમ સિન્હા પણ હારી ગયા છે.

READ ALSO


Related posts

28 વર્ષ પહેલાં આઝાદ થયો આ દેશ, અહીં વ્યક્તિદીઠ આવક છે 6.39 લાખ અને બાળકોને 15 વર્ષ સુધી ફ્રી શિક્ષા

Mansi Patel

પોતાના જ વિદ્યાર્થી સાથે શિક્ષિકાએ વટાવી તમામ હદ, એટલેથી સંતોષ ન થતા ઘરે લઈ જઈને પણ…

Bansari

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!