GSTV

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

ચીન સાથે વિવાદ અને તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે ભારત દરેક મોરચે તૈયાર છે. તો બીજી તરફ, રવિવારે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં એક કોવિદ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર હતા. પત્રકારોને કોરોના અને બોર્ડર આઠે જોડાયેલ પ્રશ્નો જવાબ આપતા તેમને જણાવ્યું હતું કે તમામ જગ્યાઓએ અમારી તૈયારી છે. હોસ્પિટલ હોય કે સરહદ, તૈયારીમાં અમે ક્યાંય પાછળ નથી. ભારતે સરહદી વિસ્તારોમાં ચીનને ટક્કર આપે તેટલા સૈનિકો તૈનાત કર્યા છે. એરફોર્સ પણ સંપૂર્ણ રીતે સજ્જ છે અને આર્મી સાથે મળીને ચીનના તમામ પડકારોનો સામનો કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વાકછે લગભગ અડધો કલાક સુધી વાતચીત ચાલી હતી. આ દરમ્યાન બંને વચ્ચે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું ટ્વીટ

તો બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રવિવારે ટ્વીટ કર્યું હતું, તેમને પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે ભારત ઇતિહાસના સૌથી નાજુક વળાંક પરથી પસાર થઇ રહ્યો છે. આપણે એક સાથે ઘણી આંતરિક અને બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ, અમને જે પડકારો આપવામાં આવી રહ્યા છીએ તેનો સામનો કરવામાં આપનો નિશ્ચય દ્રઢ અને મજબૂત રહેવો જોઈએ,

કરારને નથી માની રહ્યું કપટી ચીન

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સરહદ પર ડિસએન્ગેજમેન્ટની વાત કરી છે પરંતુ હાલ ડીએસ્કેલેશનમાં લાંબો સમય લાગી શકે છે તેમ પણ જણાવ્યું છે. કારણ કે PLA બંને સરકારો વચ્ચે થઇ રહેલી વાતચીતને માણવા તૈયાર નથી. તેઓ મીટિંગ્સમાં તો શાંતિથી બેસે છે પરંતુ, ગલવાન ખીણ, ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને પેંગોંગ ત્સો થી પાછળ નથી હતી રહ્યા, નિષ્ણાતોનું માનીયે તો બંને સેનાઓને LAC થી પાછળ હટવામાં લાંબો સમય લાગશે, PLA ના સૈનિકો જ્યાં જ્યાં પણ હાજર છે ત્યાં ત્યાં નિશાન બનાવી રહ્યા છે. ગલવાન અને પેંગોંગ ત્સો વિસ્તારમાં મોટી સંખ્યામાં ચીની સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાજર છે.

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!