GSTV
Home » News » રાજનાથસિંહે સંભાળ્યો સંરક્ષણ પ્રધાનનો ચાર્જ, સાથે સેનાના ત્રણેય વડા રહ્યા હાજર

રાજનાથસિંહે સંભાળ્યો સંરક્ષણ પ્રધાનનો ચાર્જ, સાથે સેનાના ત્રણેય વડા રહ્યા હાજર

કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહે સંરક્ષણ પ્રધાનનો ચાર્જ સંભાળ્યો છે.  જે દરમ્યાન તેની સાથે સેનાના ત્રણેય વડા હાજર રહ્યા હતા. પહેલાની સરકારમાં તેઓ દેશના ગૃહ પ્રધાન હતા. તેમને નવી સરકારમાં ગૃહ મંત્રાલયના બદલે સંરક્ષણ મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પહેલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન હતા. તેમને હવે દેશના નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

પદભાર સંભાળતા પહેલા વોર મેમોરિયલ પહોંચ્યા રાજનાથ સિંહ

કેબિનેટ પ્રધાન અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પદભાર સંભાળતા પહેલા વોર મેમોરિયલની મુલાકાત લીધી. જ્યાં તેમણે દેશની શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમની સાથે ત્રણેય સેના અધ્યક્ષ હાજર રહ્યા હતા. નવી સરકારમાં રાજનાથસિંહને ગૃહ મંત્રાલયના બદલે સંરક્ષણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગૃહ પ્રધાનનું પદ અમિત શાહને સોંપવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ એનડીએ સરકારમાં નંબર ટુનું સ્થાન ધરાવતા રાજનાથસિંહે શપથ લીધા હતા. ભાજપના દિગ્ગજ અને અનુભવી નેતાઓ પૈકીના એક રાજનાથ સિંહ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમજ પ્રથમ ટર્મમાં તેમણે ગૃહપ્રધાન તરીકે ખૂબ જ અસરકારક કામગીરી કરી હતી.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂકેલા રાજનાથસિંહે સપાના ઉમેદવાર પૂનમ સિંહાને માત આપી ફરી લખનૌ બેઠક કબ્જે કરી છે. મહત્વનું છે કે લખનૌ બેઠક સાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ અભિન્ન રીતે જોડાયેલું છે. વાજપેયી 5 વખત લખનૌથી સાંસદ રહી ચૂક્યા છે.

Read Also

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!