GSTV
Home » News » રાજનાથ સિંહે કલમ 370 અંગે નિવેદન આપી ભાજપની સિદ્ધીઓ ગણાવી

રાજનાથ સિંહે કલમ 370 અંગે નિવેદન આપી ભાજપની સિદ્ધીઓ ગણાવી

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે આર્ટિકલ 370 અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ કાળે આર્ટિકલ 370ની સમીક્ષા કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના વિકાસ માટે આર્ટિકલ 37 અને 35-એની સમીક્ષા કરવી વધારે જરૂરી છે. અમારી સરકારે હમેશા જમ્મુ કાશ્મીરની ચિંતા કરી છે. અને જમ્મુ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો છે.

આજે સમયની માગ છે કે, આર્ટિકલ 370 અને 35-એમાં સમીક્ષા કરવી વધારે જરૂરી છે. રાજનાથસિંહે વધુમાં કહ્યુ કે, આજે આપણો દેશ આર્થિક પ્રગતિના પથ પર આગળ વધી રહ્યો છે. 2030 સુધીમાં આપણો દેશ વિકસિત રાજ્યની શ્રેણીમાં આવી જવાનો છે. મોદી સરકારના શાસનમાં નક્સલવાદ અને ઉગ્રવાદ સહિત આતંકવાદ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. પહેલા આપણા દેશના જવાન શહીદ થતા હતા.

આજે સેના આતંકવાદી અને નક્સલવાદીઓને તેમના ઘરમાં ઘુસીને ઠાર કરે છે. તેમણે કહ્યુ કે, દેશમાં નકસલવાદ સમેટાઈને પાંચથી સાત જિલ્લામાં છે. પૂર્વોત્તરના રાજ્યમાં આજે શાંતિ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ રાજ્યોમાં કોઈ મોટી આતંકવાદની ઘટના બની નથી.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

રાજ ઠાકરે ED સમક્ષ થશે હાજર,આઈએલ એન્ડ એફએસ કૌભાંડની તપાસના સંદર્ભમાં પાઠવ્યું સમન્સ

Path Shah

ધારા-370 હટાવ્યા બાદ નજરકેદમાં રહેલા મહેબુબા મુફ્તિ અને ઓમર અબ્દુલા કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!