GSTV
Home » News » BJPની સત્તામાં દેશદ્રોહનો એવો કાયદો બનશે કે દેશદ્રોહીઓ ફફડી જશે : રાજનાથ સિંહ

BJPની સત્તામાં દેશદ્રોહનો એવો કાયદો બનશે કે દેશદ્રોહીઓ ફફડી જશે : રાજનાથ સિંહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે  જણાવ્યુ કે, કોંગ્રેસની સરકારમાં કમરતોડ મોંઘવારી હતી. જ્યારે અમારી સરકાર મોંઘવારીને ઓછી કરવામાં સફળ રહી છે. દેશમાં મોદી સરકારના નેતૃત્વ હેઠળ વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગરીબોને મકાન અને રોજગારી આપવામાં આવી રહી છે.

રાજનાથ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ કે,  કોંગ્રેસ કહે છે કે, સત્તામાં આવીશું તો દેશમાંથી દેશદ્રોહનો કાયદો ખતમ કરી દેવામાં આવશે. કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષાને ખતમ કરવા આ પ્રકારના વાયદાઓ કરી રહી છે. મોદી સરકાર આજે આતંકવાદ વિરૂદ્ધ લડી રહી છે. ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓને તેની સામે વાંધો છે. મોદી સરકારે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને માર્યા છે.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!