કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આજે હિમાચલ પ્રદેશના શિમલાથી કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રસ આર્થિક મુદ્દા પર કેન્દ્રની સરકારને બદનામ કરવાના પ્રયાસ કરી રહી છે.
રાજનાથ સિંહે નોટબંધી અને જીએસટીને મજબૂત આર્થિક પગલા ગણાવ્યા હતા. નોટબંધી પર રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યુ કે, સારા નિર્ણયનો વિરોધ કરવો યોગ્ય નથી. જો ભારતની અર્થ વ્યવસ્થા મજબૂત ન થતી તો પછી વિદેશી રોકાણકારો ક્યારેય અહીંયા ન આવતા.