GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કલમ 370 કેન્સર હતું, જેણે કાશ્મીરનાં લોકોનું ઘણું લોહી વહાવ્યું: રક્ષા પ્રધાન રાજનાથ સિંહ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કલમ-370ને કેન્સર ગણાવી અને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ કલમે ઘણું લોહી વહાવ્યું. રાજનાથ સિંહે પાકિસ્તાનને જણાવ્યું કે જો તેણે વાતચીત કરવી હોય તો તેણે આતંકવાદ બંધ કરવો પડશે. હવે પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે નહીં પરંતુ પીઓકે માટે વાતચીત થશે. પાક.ને ચેતવણી આપતા રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન 1965 કે 1971વાળી ભૂલ ન દોહરાવે નહીંતર તેના ટુકડે ટુકડા થઇ જશે.

પટનામાં આયોજીત એક કાર્યક્રમમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહે જણાંવ્યું કે કલમ 370 દ્વારા અમારા હ્રદય અને ધરતી પરનાં સ્વર્ગ પર માત્ર લોકોનું લોહી રેડાયું છે. લોકો કહે છે કે તેઓ સપના જુએ છે પરંતુ તેઓ સાચા નથી ઠરતા. જો કે અમારા પીએમ મોદીએ સપના જોયા અને તેને પૂર્ણ કરીને બતાવ્યું. અમે પણ સપના જોઇએ છે પરંતુ અમે ખુલ્લી આંખે સપના જોઇએ છે.

રાજનાથ સિંહે આગળ જણાંવ્યું કે, તમે જોઇ શકો છો કે તેઓ પહેલાથી જ હતોત્સાહિત થઇ રહ્યા છે. પાક. પીએમ પીઓકેમાં આવે છે અને કહે છે કે દેશવાસીઓ ભારત-પાક. સીમા પાસે જતા નથી. આ સારી વાત છે કે તેઓ આવતા નથી, જો તેઓ ભારત સરહદે આવશે તો તેઓ પાકિસ્તાન પરત નહિં જઇ શકે. તેમણે 1965 અને 1971ની ભુલ ભુલવી ન જોઇએ.

READ ALSO

Related posts

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 72 કલાકમાં આ સ્થળોએ બદલાશે હવામાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!