GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

રક્ષામંત્રી રાજનાથના પરમાણુવાળા નિવેદન બાદ પાકિસ્તાનનું આવ્યુ આ નિવેદન

પાકિસ્તાનની સરહદ પારથી સતત નાપાક હરકતો પર રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે મોટી ચેતવણી આપી હતી અને જણાવ્યું હતુ કે ભારત હાલાત પ્રમાણે પરમાણુ હથિયારોને લઈને પોતાની પોલિસી બદલી શકે છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને ત્યાંની સેના તરફથી રાજનાથ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે.

Image result for shah-mahmood-qureshi

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ નહેરૂના ભારતને રાખ કરી દીધુ છે. ભારતની નીતિ ડોભાલ સિદ્ધાંતની આસપાસ ફરી રહી છે. ત્યાં જ પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફુરે આગળ કહ્યું કે ભારત આગળ વધી રહ્યું છે. તો અમે પણ વિકલ્પને અણદેખો ન કરી શકીએ. મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું કે કાશ્મીર એક ન્યૂક્લિયર પોઈન્ટ છે. ત્યાં જ દુનિયાને ભારતના રક્ષામંત્રી તરફથી પરમાણુ હથિયારના પ્રયોગવાળા નિવેદન પર ઘ્યાન રાખવાની જરૂરીયાત છે.

પાકિસ્તાનમાં કાશ્મીર કમીટીની બેઠક

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા બનાવવામાં આવેલી કાશ્મીર કમિટીની શનિવારે પહેલી બેઠક મળી. આ કમિટીમાં સાત સભ્ય છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ કમિટીને છ ઓગસ્ટે બનાવી હતી,

જ્યારે મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં લાગુ આર્ટિગકલ ૩૭૦ને હટાવવાનો નિર્ણય કર્યો હતો. કમિટીની બેઠક પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીની અધ્યક્ષતામાં થઈ હતી.

કમિટીના અન્ય સભ્યોમાં આઈએસઆઈ હેડ જનરલ ફૈઝ હમીદ, લેફટનન્ટ જનરલ ફૈઝ હમીદ, મેજર જનરલ આસિફ ગફૂર, કાયદા મંત્રી નસીમ, વડાપ્રધાન ઈમરાન ખાનના વિશેષ સલાહકાર ફિરદૌસ આશિક, એટોર્ની જનરલ મંસૂર ખાન પણ સામેલ થયા.

બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમદૂ કુરૈશીએ જણાવ્યું કે શનિવારે કાશ્મીર કમિટીની પહેલી બેઠક હતી. આ બેઠક એટલા માટે ખાસ છે કેમકે તેમાં પાકિસ્તાનની તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ છે. તેઓએ કહ્યું કે કાશ્મીર કમિટીની પહેલી બેઠકમાં ભારત વિરૂદ્ધ આગળ લડવાના રોડમેપ બનાવવાના પ્રયાસરૂપે છે.

READ ALSO

Related posts

જંગ-એ-બદદ્રના દિવસે 400 સૈનિકો હતા આતંકવાદીઓનો ટાર્ગેટ, 20 કિલો વિસ્ફોટ ફૂરચે ફૂરચા ઉડાવી દેત

Dilip Patel

અફવા : સરકારને ફટકાર લગાવનાર જે.બી. પારડીવાલાની સોશિયલ મીડિયાએ કરી દીધી બદલી

Nilesh Jethva

કોરોના લડાઈ : રસી સંશોધનોમાં લાગ્યા દેશના 30 સમૂહ, હાલમાં ફક્ત પ્રયોગો પણ લાંબો ચાલશે રોગ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!