GSTV

રાજ્યસભામાં રાજનાથ સિંહની હુંકાર: ચીન LACને નથી માનતુ, અમે દરેક સ્થિતિ માટે તૈયાર

ચીન

સંસદના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રાજ્યસભામાં નિવેદન આપી રહ્યા છે. રાજનાથ સિંહ LACને લઈને ચીન સાથે ચાલી રહેલા તનાવ અંગે નિવેદનો આપી રહ્યા છે. સંરક્ષણ પ્રધાને મંગળવારે લોકસભામાં એક નિવેદન આપ્યું હતું. સંબોધનમાં સંરક્ષણ પ્રધાને ચીન પર નિશાન સાધ્યું હતું. રાજનાથસિંહે કહ્યું કે, ચીનનો હેતુ LACને બદલવાનો છે, જોકે આપણા સૈનિકોએ તેનો ઉદ્દેશ પહેલાથી જ સમજી લીધો છે. સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારતીય સૈનિકો દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

સરહદ પર તણાવની અસર દ્વિપક્ષીય સંબંધો પર થશે: રાજનાથ

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાજ્યસભામાં કહ્યું કે 15 જૂને, ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં આપણા 20 સૈનિકો માર્યા ગયા હતા. પીએમ મોદીએ લદ્દાખ જઈને સૈનિકોને પ્રોત્સાહન આપ્યું. સંરક્ષણ પ્રધાને કહ્યું કે જો સરહદ પર તણાવ રહેશે તો દ્વિપક્ષીય સંબંધોને અસર થશે.

લદ્દાખમાં 38,000 ચોરસ કિલોમીટર સુધી ચીનનો ગેરકાયદેસર કબજો

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં આશરે 38,000 ચોરસ કિલોમીટર સુધી ચીનનો ગેરકાયદેસર કબજો ચાલુ છે. ઉપરાંત, 1963 ના કથિત ચીન-પાકિસ્તાન ‘બોર્ડર એગ્રીમેન્ટ’ હેઠળ પાકિસ્તાને પીઓકેથી ચીન સુધીના ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે એક લાખ 80 હજાર ચોરસ કિલોમીટર કબજે કર્યું હતું. અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદના પૂર્વીય ક્ષેત્રમાં પણ ચીન આશરે 90,000 ચોરસ કિલોમીટરના ભારતીય ક્ષેત્રનો દાવો કરે છે. આ ઘટનાઓ દરમિયાન આપણા સશસ્ત્ર દળોના આચરણથી જાણ થાય છેકે, તેમણે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓનો સામનો કરીને ‘સંયમ’ બનાવી રાખ્યુ છે અને ભારતની પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે જરૂરી’ શૌર્ય’નું પ્રદર્શન પણ કર્યું હતું.

Read Also

Related posts

મોદી સરકારની વધી મુશ્કેલી: અકાલીદળ બાદ હવે JDUએ કર્યો વિરોધ, આપી આ સલાહ, બિહારમાં છે ચૂંટણી

Mansi Patel

તેજસ્વી યાદવનું બ્લડ પ્રેશર વધશે: માંઝી બાદ હવે આ નેતા એનડીએમાં જોડાય તેવી સંભાવના

Mansi Patel

ખુશખબર/ 2 લાખ વિદ્યાર્થીઓ માટે સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો, શૈક્ષણિક વર્ષ નહીં થાય બરબાદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!