GSTV

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

દેશનાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પટના અને ગોપાલગંજમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કર્યા. પટનામાં પણ ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યુ કે, આજે કેટલીક રાજકીય પાર્ટીઓ, કોંગ્રેસના નેતાઓ દ્વારા આપણી સેનાના જવાનોના પરાક્રમ પર સવાલ નિશાન લગાવવામાં આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીને બારસો ચોરસ કિમી જમીન કબજે કરી લીધી. જો હું ખુલાસો કરી દઈશ તો ચહેરો દેખાડવો મુશ્કેલ થઇ જશે મારા ભાઈઓ.

રાજનાથ સિંહ

દેશના જવાનોના પરાક્રમને કર્યું યાદ

રક્ષામંત્રી રાજનાથ સિંહ બિહટાના વિષ્ણુપુરા મનેર વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર ડો નિખિલ આનંદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. રાજનાથ સિંહે રેલીને કરતા કહ્યુ, ‘તમે લોકો ભણેલા-ગણેલા છો. 1962થી 2013 સુધીનો ઈતિહાસ જોઈ લો. હું સંરક્ષમ પ્રધાન હોવાના નાતે તમને કહેવા ઈચ્છુ છું કે આપણી સેનાના જવાનોએ જે પરાક્રમ દેખાડ્યું છે દેશનું માથુ તેનાથી ગર્વથી ઊચું થઈ ગયું છે.’

બિહાર રેજિમેન્ટના જવાનોના પ્રતાપે કોઈ ભારત સામે આંખ ઊંચી નહિ કરી શકે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ કે, આપણી બિહાર રેજિમેન્ટના 20 જવાનોએ પોતાની શહીદી આપીને ભારત માતાના સ્વાભિમાનને બચાવવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે, જે માતાઓએ આવા વીર જવાનને જન્મ આપ્યો છે તે માતાઓના ચરણોમાં માથુ ઝુકાવીને નમન કરુ છું. જેણે પોતાનું બલિદાન આપીને ભારતના સ્વાભિમાનની રક્ષા કરી છે. આજે તેના કારણે દુનિયાના કોઈપણ દેશમાં તે હિંમત નથી કે તે ભારતની એક ઇંચ જમીન પર કબજો કરી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!