GSTV
Home » News » આટલા કરોડના માલિક છે રાજનાથસિંહ, પાંચ વર્ષમાં જ સંપત્તિમાં બમણો વધારો

આટલા કરોડના માલિક છે રાજનાથસિંહ, પાંચ વર્ષમાં જ સંપત્તિમાં બમણો વધારો

દેશના ગૃહપ્રધાન અને લખનઉ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજનાથસિંહની સંપત્તિ પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે. 2014માં રાજનાથ પાસે કુલ સંપત્તિ 2.51 કરોડ હતી જે 2019માં વધીને 4.62 કરોડ રૂપિયા થઈ છે. જેમાં લખનઉ સ્થિત દોઢ કરોડની કિંમતનું ઘર પણ શામિલ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ લખનઉ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ.

rajnath singh lok sabha seat

જેમાં જણાવેલી વિગત મુજબ તેમની પાસે 2,97,30,580 રૂપિયાની સ્થિર સંપત્તિ છે. જ્યારે અસ્થિર સંપત્તિ 1,64, 58,260.60 રૂપિયા છે. રાજનાથસિંહે નાણાકીય વર્ષ 2017-18માં વાર્ષિક આવક 19 લાખ 36 હજાર 664 જણાવી છે. જે 2016-17માં 12 લાખ 96 હજાર 837 રૂપિયા હતી. તેમણે આવકનો મુખ્ય સ્ત્રોત શપથપત્રમાં સાંસદ અને પ્રધાન તરીકે મળનારા વેતન, ભથ્થા અને પેન્શન ઉપરાંત ખેતી જણાવી છે.

જ્યારે હાથ પર 68 હજાર રોકડ છે. જોકે તેમની પાસે પોતાના નામની કોઈ કાર નથી. રાજનાથસિંહ પાસે ચંદોલી  જિલ્લામાં 1.47 કરોડ રૂપિયાની ખેતી જમીન છે. તો લખનૌના ગોમતીનગરમાં 1.50 કરોડ રૂપિયાનું ઘર છે. રાજનાથસિંહ પાસે લગભગ 60 ગ્રામ સોનું છે. જેની કિંમત 1.90 લાખ રૂપિયા છે. તો ત્રણ લાખ રૂપિયાના રત્ન છે.

હથિયારમાં 0.32 બોરની એક રિવોલ્વર છે અને બે નાળચાની બંદુક છે. જેની કિંમત 10-10 હજાર રૂપિયા જણાવી છે. તેમની પત્ની સાવિત્રીસિંહ ગૃહિણી છે. પરંતુ તેમની પાસે 53 લાખ રૂપિયાની સંપત્તિ છે. પત્ની પાસે 25 લાખ રૂપિયાના 750 ગ્રામ સોનાના આભૂષણ છે અને 5.60 લાખ રૂપિયાની કિંમતની 12.4 કિલો ચાંદી છે.  

Read Also

Related posts

બાલાકોટમાં એર સ્ટાઇક કરનાર પાયલટે કહ્યું, માત્ર 90 સેકન્ડનો જ હતો ખેલ

NIsha Patel

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!