GSTV

12,251 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડશે મિસાઈલ તો દુશ્મનને એક પણ તક નહીં મળે, ભારતને મળી મોટી સફળતા

Last Updated on September 8, 2020 by Mansi Patel

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સોમવારે ઓડિશા તટ નજીક ડૉ. અબ્દુલ કલામ દ્વીપથી માનવ રહિત સ્ક્રેમજેટના હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટનું સફળ પરીક્ષણ કર્યુ. રક્ષા સૂત્રો અનુસાર હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રણાલીના વિકાસને આગળ વધારવા માટે આજનું પરીક્ષણ એક મોટુ પગલુ છે.

દુશ્મનો ઉપર હુમલો કરશે તો બચવાની તક નહીં મળે

એચએસટીડીવી હાઈપરસોનિક ટેકનોલોજી ડિમૉન્સ્ટ્રેટર વ્હીકલ હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટ માટે માનવ રહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન છે. જે વિમાન 6126થી 12251 કિ.મી પ્રતિકલાકની ઝડપથી ઉડે, તેને હાઈપરસોનિક વિમાન કહેવાય છે. ભારતના એચએસટીડીવીનું પરીક્ષણ 20 સેકન્ડથી પણ ઓછા સમયનું હતુ. 12,251 કિલોમીટર પ્રતિકલાક 3.40 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ. આટલી ગતિથી જ્યારે આ દુશ્મન પર હુમલો કરશે તો તેને બચવાની તક પણ મળશે નહીં.

ભારત આવી ટેકનોલોજી પ્રાપ્ત કરનારો પ્રથમ દેશ બનશે

હાઈપરસોનિક ટેકનોલોજી ડિમૉન્સ્ટ્રેટર વ્હીકલના સફળ પરીક્ષણ બાદ જો આને બનાવીને ઉડાડવામાં એકવાર આમાં સફળતા મળી જશે તો ભારત આવી ટેકનોલોજી પ્રાપ્ત કરનાર દેશોની પસંદગીના ક્લબમાં સામેલ થઈ જશે. આ વિમાનનો ઉપયોગ મિસાઈલ અને સેટેલાઈટ લોન્ચ કરવા માટે થઈ શકે છે. ઓછા ખર્ચે સેટેલાઇટ લોન્ચ કરવા માટે પણ વાપરી શકાય છે.

અત્યારે ડેટા ભેગા કરીને તેનું વિશ્લેષણ કરાશે

DRDOએ પરીક્ષણની સફળતા પર કહ્યુ કે આ પરીક્ષણ એટલા માટે કરવામાં આવ્યુ કેમ કે અમે ભવિષ્ય માટે ટેકનોલોજીની તપાસ કરી શકીએ. હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટને લોન્ચ કર્યા બાદ તેમની ગતિવિધિઓને વિભિન્ન રડાર, ટેલીમેટ્રી સ્ટેશન અને ઈલેક્ટ્રો ઑપ્ટિકલ ટ્રેકિંગ સેન્સર્સથી ટ્રેક કરવામાં આવ્યુ. અત્યારે ડેટા જમા કરીને તેમનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગયા વર્ષે જૂનના મહિનામાં પણ HSTDVનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

ચીને ગયા વર્ષે હાઈપરસોનિક વિમાનનું કર્યું હતુ સફળ પરિક્ષણ

ચીને ગયા વર્ષે પોતાના પહેલા હાઈપરસોનિક વિમાન શિંગકૉંગ-2 અથવા સ્ટોરી સ્કાય-2 નું સફળ પરીક્ષણ કર્યુ છે. ચીનનું આ વિમાન પરમાણુ હથિયાર લઈ જવા અને દુનિયાની કોઈ પણ મિસાઈલ વિરોધી રક્ષા પ્રણાલીને ભેદવામાં સક્ષમ છે. જોકે સેનામાં સામેલ થયા પહેલા આના કેટલાક પરીક્ષણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ બાદ પણ ચીન તરફથી આ વિમાનને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. અગાઉ અમેરિકા અને રશિયા પણ હાઈપરસોનિક વિમાનનું પરીક્ષણ કરી ચૂક્યા છે.

ભારત અને રશિયાએ બંને દેશોએ બ્રહમોસને લઈને સમાધાન કર્યુ હતુ

અગાઉ એ માનવામાં આવી રહ્યુ હતુ કે હાઈપરસોનિક ટેકનોલોજી ટ્રાન્સપોર્ટર વ્હીકલના વિકાસથી સ્ક્રેમજેટ ટેકનોલોજી બની રહેલા હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ-2નું કામ બાધિત થશે. ભારત અને રશિયાએ બંને દેશોએ બ્રહમોસને લઈને સમાધાન કર્યુ હતુ પરંતુ એવુ થયુ નહીં. બ્રહ્મોસ મિસાઈલના વિકાસને લઈને આ ટેકનોલોજીના કારણે કોઈ અડચણ આવી નથી.

બ્રહ્મોસ બંને દેશ દ્વારા વિકસીત કરવામાં આવેલી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ

માત્ર 1,300 કરોડ રૂપિયાના શરૂઆતી રોકાણથી શરૂ કરવામાં આવેલા બ્રહ્મોસ સંયુક્ત ઉપક્રમનું મૂલ્ય આજની તારીખમાં 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યુ છે. બ્રહ્મોસ બંને દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલી એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. સ્ક્રેમજેટના હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટના સફળ પરીક્ષણથી ભારતની રક્ષા ક્ષમતા આસમાન અને અંતરિક્ષ બંનેમાં વધશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સોમવારે ઓડિશા તટ નજીક ડૉ. અબ્દુલ કલામ દ્વીપથી માનવ રહિત સ્ક્રેમજેટના હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટનું સફળ પરીક્ષણ કર્યુ છે. રક્ષા સૂત્રો અનુસાર હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રણાલીના વિકાસને આગળ વધારવા માટે આજનું પરીક્ષણ એક મોટું પગલું છે.

Related posts

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana

સિબિલ સ્કોર ખરાબ છે તો આ પ્રકારે મેળવો પર્સનલ લોન, 750થી વધુનો સ્કોર લોન માટે મનાય છે સૌથી સારો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!