GSTV
Home » News » રાજપૂતોને મનાવવા રાજસ્થાન પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો શું કહ્યું

રાજપૂતોને મનાવવા રાજસ્થાન પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો શું કહ્યું

કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે ભાજપના ચૂંટણી અભિયાન માટે જયપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “હવે કલમ 370 અને જમ્મુ અને કાશ્મીરમાં 35A વિશે વિચારવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે આ કલમ નિશ્ચિત સમય માટે લગાવવામાં આવી હતી. પરંતુ ત્યાનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હવે અલગ વડાપ્રધાન અને અલગ રાષ્ટ્રપતિની માંગ કરી રહ્યા છે.તો પછી કલમ 370નો કોઈ મતલબ રહ્યો નથી.

ગૃહમંત્રી રાજનાથ સિંહે આતંકવાદ અને પુલવામા હુમલા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “કોંગ્રેસે સેના પર રાજકારણની શરૂઆત કરી હતી, પરંતુ પુલવામા ઘટના પછી, જ્યારે આખો દેશ એક સાથે હતો ત્યારે કોંગ્રેસે તેના પર પ્રશ્ન કર્યો હતો.” જો કે, આ સમય દરમિયાન, રાજનાથ સિંહે કોઈપણ નેતા દ્વારા કહેવાતી કોઈપણ વાત પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

કોંગ્રેસનાં મેનિફેસ્ટોમાં અફસ્પા AFSPAને લઈને કરવામાં આવી વાતો પર તેમણે જણાવ્યું કે આ કોઈ નવી વાત નથી. તેટલા માટે લખવાની જરૂર નથી. અમે AFSPA ની સમીક્ષા કરવા માટે પણ કામ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટમાં ‘ચોકીદાર ચોર હૈ’ ના પ્રશ્ન અંગે રાહુલ ગાંધીએ આ બાબતે ક્ષમા વ્યક્ત કરી છે. જ્યારે તેમણે દિલગીરી વ્યક્ત કરી ત્યારે કેસ ખતમ થઈ ગયો છે.

READ ALSO

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!