GSTV

101 રક્ષા ઉપકરણોની આયાત પર લાગશે રોક, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. રક્ષા મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રક્ષા મંત્રાલય હવે આત્મનિર્ભરની પહેલમાં આગળ વધવા માટે તૈયાર છે. રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે એમઓડી 101થી વધુ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવશે. લદાખમાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ પર ચીન સાથે તણાવ વચ્ચે રક્ષા મંત્રીની આ જાહેરાત ઘણી મહત્વની માનવામાં આવે છે.

રાજનાથ સિંહે કહ્યું છે કે આ લિસ્ટમાં ન કેવળ કેટલાંક પાર્ટ્સ સામેલ છે પરંતુ ઉચ્ચ પ્રૌદ્યોગિકી વાળા હથિયાર જેવા કે અસોલ્ટ રાયફલ, સોનાર સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, LCH, રડાર અને અન્ય ઘણી વસ્તુઓ સામે છે.

રક્ષા મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ સ્તંભો ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડના આધારે સ્વનિર્ભર ભારત માટે ક્લેરિયન કોલ આપ્યો છે અને દેશ સ્વનિર્ભર બને તે માટે ‘આત્મનિર્ભર ભારત’ ના નામથી એક ખાર આર્થિક પેકેજની જાહેરાત કરી.

રક્ષા મંત્રીએ આગળ લખ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે 101 વસ્તુઓનું લિસ્ટ તૈયાર કર્યું છે જેના પર આગામી સમયમાં પ્રાઈબંધ લાગી શકે છે. આત્મનિર્ભર ભારત તરફ આ એક મોટું પગલું છે.

આ નિર્ણયને કારણે ભારતીય ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને પોતાના નિર્ણયો લઈને નેગેટિવ લિસ્ટમાંની વસ્તુઓનું પોતાની ડિસાઇન અપનાવીને ઉત્પાદન કરવાની તક મળશે તો સાથે સાથે સુરક્ષા દળોની જરૂરિયાતોને પહોંચી વળવા DRDO દ્વારા વિકસાવવામાં આવેલ ટેક્નોલોજી અપનાવવાની પણ તક મળશે

MUST READ:

Related posts

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!