GSTV
Home » News » રાજકુમાર રાવની ફિલ્મ ‘તુર્રમ ખાન’માં એ બદલાવ થયો જે કોઈ પણ અભિનેતા ઈચ્છતો નથી હોતો

રાજકુમાર રાવની ફિલ્મ ‘તુર્રમ ખાન’માં એ બદલાવ થયો જે કોઈ પણ અભિનેતા ઈચ્છતો નથી હોતો

બૉલીવુડ અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. તેમની આગામી ફિલ્મનું ટાઈટલ બદલાઈ ગયુ છે. આ તો દરેક લોકો જાણે છેકે, રાજકુમારના અપકમિંગ પ્રોજેક્ટમાં તુર્રમ ખાન ફિલ્મ શુમાર છે. તેની આ ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનું નવું ટાઈટલ ‘છલાંગ’ કરી દેવામાં આવ્યુ છે.

આ વાતની જાણકારી અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા શેર કર્યુ છે. આ ફિલ્મમાં રાજકુમરા રાવની સાથે નુસરત ભરૂચા લીડ રોલમાં દેખાશે. નુસરતે લખ્યુ છેકે, “ એજ ટીમ, એજ ફિલ્મ, એજ રિલીઝ ડેટ… ફક્ત એક નવું નામ- છલાંગ! 31 જાન્યુઆરી 2020એ થિએટરમાં મળીએ”

તો અમુક સોશિયલ મીડિયા યુઝર્સને ફિલ્મનું પહેલું ટાઈટલ ‘તુર્રમ ખાન’ જ વધારે પસંદ આવી રહ્યુ છે. તો કોઈ યુઝર્સ આ ટાઈટલને પણ પસંદ કરી રહ્યા છે.

હંસલ મહેતા દ્વારા નિર્દેશિત અને અજય દેવગન, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત ‘છલાંગ’ આવતા વર્ષે 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં મોહમ્મદ જીશાન અયૂબ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ હંસલની સાથે રાજકુમારની છઠ્ઠી ફિલ્મ છે. આ બંને જોડી આની પહેલાં શહીદ, સિટી લાઈટ્સ, અલીગઢ, ઓમેર્તા અને વેબ સીરીઝ બોસ ડેડ/ અલાઈવ જેવા પ્રોજેક્ટસમાં સાથે કામ કરી ચૂક્યા છે.

READ ALSO

Related posts

દુનિયાભરના અનેક ભાગમાં ફેસબુકનાં ધાંધિયા, ભારતમાં પણ યુઝર્સ થયાં રહ્યા છે પરેશાન

Pravin Makwana

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!