GSTV
Home » News » મેલ સરોગેટ બનવા તૈયાર થયો આ એક્ટર, આવી રહી છે હટકે કૉમેડી ફિલ્મ

મેલ સરોગેટ બનવા તૈયાર થયો આ એક્ટર, આવી રહી છે હટકે કૉમેડી ફિલ્મ

આયુષમાન ખુરાનાની સુપરહિટ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ના દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરનાર રાજ શાંડિલ્ય વધુ એક કોમેડી ફિલ્મ બનાવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે રાજ કુમાર રાવનો સંપર્ક કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, રાજ કુમાર રાવને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે.

એક રિપોર્ટના અનુસાર, હજી સુધી આ ફિલ્મનું શિર્ષક  નક્કી થયું નથી.પરંતુ આ ફિલ્મને  ઇશરત આર ખાન  ડિરકેટ કરશે. તેણે આ પહેલા દીવાનગી, નો એનટ્રી, વેલકમ અને વેલકમ બેકમાં અનીસ બઝમીનો સહાયક રહ્યો છે. ખાન ‘ડ્રીમ ગર્લ’ દરમિયાન રાજ શાંડિલ્યનો આસિસ્ટન્ટ પણ રહી ચુક્યો છે.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતુ કે,  જ્યારે રોની, રાજ અને ઇશરતે ફિલ્મની સ્ક્રિપ્ટ રાજકુમારને સંભળાવી તો તેને આ કોમેડી ફિલ્મ પસંદ પડી છે. તેણે કામ કરવાની તૈયારી દર્શાવી  છે. જાન્યુઆરી સુધીમાં આ ફિલ્મને  લગતા તમામ વિધી પૂરા કરવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ મેલ સરોગસી પર બનશે અને ૨૦૨૦ના મધ્ય સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.

Read Also

Related posts

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

Mayur

હર હર મહાદેવના નાદ સાથે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી

pratik shah

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!