GSTV

Review : સસ્પેન્સ અને કૉમેડીથી ભરપૂર છે ‘Stree’, ફર્સ્ટ હાફમાં જ થઇ જશો ઇમ્પ્રેસ

Last Updated on August 31, 2018 by Bansari

બોલીવુડમાં ગોલમાલ સીરીઝની ચોથી ફિલ્મથી હૉરર કૉમેડીની નવી શરૂઆત થઇ હતી. ફિલ્મે લોકોને ખૂબ જ હસાવ્યાં હતાં અને હવે તે જ કોન્સેપ્ટ સાથે અમર કૌશિક ‘સ્ત્રી’ લઇને આવ્યાં છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભુમિકામાં છે. અમર પોતાની ડેબ્યૂ ફિલ્મમાં જ દર્શકોને ડરાવા અને હસાવવામાં સફળ રહ્યાં છે.

ફિલ્મની સ્ટોરી મધ્યપ્રદેશના ચંદેરી નામના સ્થળથી શરૂ થાય છે. આ સ્થળ ફક્ત સાડીઓ માટે જ નહી પરંતુ એક સ્ત્રી નામની ચુડેલના કારણે પણ ફેમસ છે. આ ચુડેલ પુરુષોને ઉઠાવી જાય છે અને તેના કપડાં ત્યાં જ છોડી જાય છે. ચુડેલના ડરથી લોકો પોતાના ઘરની બહાર ‘ઓ સ્ત્રી કલ આના’ લખે છે. તેવામાં શહેરમાં વિક્કી એટલે કે રાજકુમાર રાવ નામનો દરજી રહે છે. તે પોતાના મિત્ર બિટ્ટુ એટલે કે અપારપશક્તિ ખુરાના અને જના એટલે કે અભિષેક બેનર્જી સાથે રહે છે. ફિલ્મમાં વિક્કીની મુલાકાત શ્રદ્ધા સાથે થાય છે જે ફક્ત પૂજાની ચાર રાત દરમિયાન જ ગામમાં રહે છે અને તે દરમિયાન જ ગામમાં સ્ત્રીનો કહેર વધતો જાય છે.

તેવામાં વિક્કીના મિત્રો તેને જણાવે છે તેની ગર્લફ્રેન્ડ ભૂત છે. સ્ટારીમાં રસપ્રદ વળાંક ત્યારે આવે છે જ્યારે સ્ત્રી વિક્કીના મિત્ર જનાને ઉઠાવી જાય છે. તેવામાં ચંદેરીનો રહેવાસી રુદ્ર એટલે કે પંકજ ત્રિપાઠી તેમને સ્ત્રી અને તેની પાછળની હકીકત જણાવે છે. તેવામાં પ્રશ્ન એ જ ઉભો થાય છે કે શું શ્રદ્ધા જ સ્ત્રી છે? વિક્કી પોતાના મિત્ર અને ગામવાસીઓને સ્ત્રીના સકંજામાંથી કેવી રીતે છોડાવે છે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે ખૂબ જ દમદાર છે. ફિલ્મને હૉરર બનાવવા માટે જબરદસ્ત લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. રાજકુમાર અને શ્રદ્ધાની એક્ટિંગ દમદાર છે જે તમને ડરાવવા અને હંસાવા બંનેમાં સફળ રહ્યાં છે. હવે જોવું રહ્યું કે શ્રદ્ધા અને રાજકુમાર રાવની આ સ્ત્રી દર્શકોને જકડી રાખવામાં કેટલી સફળ થાય છે.

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!