GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

SANJUના Best Buddy સાથે ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલિઝ

સંજય દત્તની બાયોપિક સંજૂને લઇને લોકો વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામાં આવી ચુક્યુ છે અને બે દિવસ બાદ એટલે કે 30 જૂનના રોજ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે. ફિલ્મનાં ટ્રેલરને લઇને ફેન્સ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ લોકોની એક્સાઇટમેન્ટ જાળવી રાખવા માટે રાજકુમાર હિરાની દરરોજ એક નવુ પોસ્ટર રિલલિઝ કરી રહ્યાં છે.

તાજેતરમાં જ રાજકુમાર હિરાનીએ ટ્વિટર પર ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલિઝ કર્યુ છે. તેમાં રણબીર કપૂરની સાથે વિક્કી કૌશલ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં વિક્કી રણબીરના બેસ્ટ ફ્રેન્ડનું પાત્ર ભજવી રહ્યો છે.

રાજકુમાર હિરાનીએ પોસ્ટર રિલિઝ કરવાની સાથે લખ્યું કે, મળો વિક્કી કૌશલને. ખરેખર વિક્કી કૌશલ સાથે કામ કરવાનો અદભુત અનુભવ રહ્યો. રાજકુમાર હિરાનીએ ટ્વિટમાં જણાવ્યું કે વિક્કી સંજૂના બેસ્ટ બડીનું પાત્ર ભજવી રહ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે સંજૂનું ટ્રેલર 30મેના રોજ લૉન્ચ થઇ રહ્યું છે. ફિલ્મના ટીઝર અને પોસ્ટરને ફેન્સનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 29 જૂનના રોજ રિલિઝ થશે.

Related posts

EDએ યસબેન્કના ફાઉન્ડર, DHFLના પ્રમોટર્સની 2200 કરોડની મિલકત કરી જપ્ત

Mansi Patel

અમદાવાદના બંટી બબલીએ નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની મહિલા પાસે કરી આ માંગ

Nilesh Jethva

3-3 મર્ડરનો ચાર્જ છે એવા કુખ્યાત રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત, સામાન્ય ક્લાર્ક બની ગયો હત્યારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!