રાજકોટના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ગોંડલના દેરડી(કુંભાજી), રાણસીકી, મોટી ખિલોરી, પાટ ખિલોરી અને વાસાવડ સહિતના ગામોમાં ચાર કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે દેરડી(કુંભાજી)ની કોલપરી અને વાસાવડની વાસાવડી નદી ગાંડીતૂર બની છે. નદીના પાણી વાસાવડ અને પાટખિલોરી ગામમાં ઘૂસ્યા છે. વાસાવડ ગામે નદીના પાણી નીચાણવાળા વિસ્તારો પાણી ઘુસ્તા ગામમાં સરપંચ સહિતના ગ્રામજનોએ 50 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
મેતા ખંભાળીયા નજીક વાસાવડી નદીના પૂલ ઉપર નદીના પાણી ફરી વળ્યા છે જેથી દેરડી(કુંભાજી)થી મોટી કુંકાવાવ જતો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ભાદર ડેમની સપાટીમાં 2 ફૂટના વધારા સાથે ડેમની કુલ સપાટી 20 ફૂટ પહોંચી છે.
ગોંડલના દેરડી કુંભાજી અને પાટ ખિલોરીમાં ધોધમાર વરસાદ
દેરડીની કોલપરી અને વાસાવાડની નદી બની ગાંડીતૂર
વાસાવડ અને પાટ ખિલોરી ગામમાં નદીનાં પાણી ઘૂસ્યા