GSTV
Home » News » રાજકોટની આ ગરબી આઝાદી પેહલાથી છે જીવંત, મસાલ રાસ જોવા આવે છે દુર દુરથી લોકો

રાજકોટની આ ગરબી આઝાદી પેહલાથી છે જીવંત, મસાલ રાસ જોવા આવે છે દુર દુરથી લોકો

રાજકોટના રામનાથપરામાં દરબારગઢ પાસે આઝાદી પહેલાં સ્થપાયેલી ગરુડની ગરબી આજે પણ જીવંત છે. લાખાજીરાજ બાપુના હસ્તે આ ગરબી શરૂ કરવામાં આવી હતી. તે સમયે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે. તેવી માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું હતું. ત્યારે આજે પણ એ જ પ્રકારે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટની ગરુડની ગરબીમાં બાળાઓ વિવિધ પ્રાચીન રાસો રજુ કરી ભારતની ભવ્ય સંસ્કૃતિની લોકોને ઝાંખી કરાવે છે.

એમાં પણ વાત જો કરવામાં આવે મસાલ રાસની. તો મસાલ રાસનું નામ સાભળતા જ લોકોમાં અનોખો ઉત્સાહ જાગે છે. આ રાસ જોતા જ સૌ કોઈને લાગે કે મા દુર્ગા બાળાઓનું સ્વરૂપ ધારણ કરી રમવા આવે છે. બાળાઓ આ મસાલથી ગરબે રમે છે. પહેલા તલવાર સહિતના હથિયારોથી બાળાઓ ગરબે રમે છે અને બાદમાં હથિયાર મુકી મસાલ લઈને ગરબે ઝુમે છે. મસાલ રાસ દ્વારા બાળાઓ નારી શક્તિની ઝાંખી કરવા છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં મેઘ મહેર પરંતુ રાજ્યનાં આ શહેરમાં દીવાળી ટાણે પાણીની અછત સર્જાઈ

pratik shah

રિતેશ પણ હતો વિદ્યા બાલનનો દીવાનો હે બેબીના સેટ આ રીતે કહ્યું હતું આઈ લવ યુ…

Dharika Jansari

દિવાળીમાં મહેમાનોના સ્વાગત માટે 5 જ મિનિટમાં બનાવો પાન મુખવાસ, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!