રાજકોટના ભાવનગર રોડ પર એક સાથે 50થી વધુ ઝૂપડા સળગી ગયા, કારણ હજુ નથી ખબર

રાજકોટના ભાવનગર રોડ પર વિશાળ આગ લાગી. આગમાં મોટી સંખ્યામાં ઝુપડાઓ બાળીને ખાખ થઇ ગયા હતા. 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. 50થી વધુ ઝૂપડોઓ બાળીને ખાખ થતા આગ વિકરાળ બની રહી હતી.

રાજકોટના ભાવનગર રોડ પર કુબલિયાપરામાં લાગેલી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની ટીમની દોઢ કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. મહત્વનું છે કે આ આગમાં મોટી સંખ્યામાં ઝૂપડાઓ બાળીને ખાખ થઇ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. અને 50થી વધુ ઝૂપડોઓ બાળીને ખાખ થઇ ગયા હતા. એક ઝુંપડાના છાપરામાં આગ લાગી હતી. અને પવનના કારણે અન્ય ઝુપડામાં આગ પ્રસરી હતી. આગનું કારણ જાણવા પોલીસે એફએસએલની મદદ માંગી છે. જે ઝૂપડા બળી ગયા છે તે લોકો નોધારા બની ગયા છે. આથી મનપાએ નજીકની સરકારી શાળામાં અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરી આપી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter