GSTV

રાજકોટમાં કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થતા દોડધામ, કેટલાંક ફસાયાની જાણકારી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે

Last Updated on October 28, 2021 by Dhruv Brahmbhatt

રાજકોટના યાજ્ઞિક રોડ પર એક કોમ્પલેક્ષમાં સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે નથી આવ્યાં. પરંતુ દિવાળીમાં ખરીદીના સમયે જ બનેલી આ ઘટનાને લઈને મનપા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યાં છે. ધનરાજ બિલ્ડિંગમાં એકાએક સ્લેબ તૂટતા બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી કેટલાંક લોકો ફસાયા હતાં. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ તુરંત રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી લીધી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દુર્ઘટનામાં કેટલાંક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો

જો કે આ દુર્ઘટનામાં કેટલાંક વાહનોનો કચ્ચરઘાણ જરૂરથી નીકળી ગયો છે. મહત્વનું છે કે, યાજ્ઞિક રોડ પર બનેલી આ દુર્ઘટનાને કારણે ખરીદી કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, આ છત પડતા ત્યાં પાર્ક કરેલા 7 જેટલાં વાહનોને મોટું નુકસાન થયું છે. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં.

જો કે, સદનસીબે છત પણ એવાં જ સમયે પડી કે જ્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ પણ ત્યાં ન હોતી નહીં તો મોટી દુર્ઘટના સર્જાઇ જાત. જો કે, ધનરજની બિલ્ડીંગમાં જે વેપારીની દુકાન ધરાશાયી થઈ છે તેમના પત્ની જરૂરથી ગભરાઈ ગયા હતાં. કારણ કે તેમના પતિ કાટમાળ પડ્યો એ સમયે દુકાનમાં જ હતા પરંતુ સદનસીબે તેમનો જીવ પણ બચી ગયો છે અને તેમને સામાન્ય જ ઇજાઓ થઇ છે. આથી કહી શકાય કે કોઈ મોટી જાનહાનિ નથી થઈ.

બિલ્ડિંગ જુનું છે અને સળિયાઓ પણ સડી ગયા છે

રાજકોટના યાજ્ઞિક રોડ પર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બનતા જ પોલીસ, ફાયર વિભાગ સાથે જ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધિકારી એમ.ડી. સાગઠિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તેઓએ સમગ્ર ઘટનાને અકસ્માત ગણાવતા કહ્યું કે, ‘આ બિલ્ડિંગ જુનું છે. સળિયાઓ સડી ગયા છે. સળિયાને કાટ લાગ્યા છે. જોઈન્ટમાંથી સળિયા સડી જવાથી સમગ્ર ભાગ તૂટી ગયો હતો. બિલ્ડિંગ જર્જરિત હોવા અંગે કોર્પોરેશનને કોઈ જાણ કરવામાં નથી આવી.’ આ ઉપરાત કોર્પોરેટર નેહલ શુક્લા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!